મોરબી સીટી બી ડીવીઝન તેમજ તાલુકા પોલીસ સ્ટેશની વાહન ચોરીમાં બે પકડાયા
રિક્ષા ચાલકની પ્રમાણિકતા : મોરબીમાં ૪૯ હજાર રોકડ ભરેલો થેલો મૂળમાલિકને શોધીને પરત કર્યો
SHARE









રિક્ષા ચાલકની પ્રમાણિકતા : મોરબીમાં ૪૯ હજાર રોકડ ભરેલો થેલો મૂળમાલિકને શોધીને પરત કર્યો
મોરબીના રિક્ષાચાલકને પેસેન્જર તરીકે બેઠેલા યુવાનનો થૈલો મળ્યો હતો અને થૈલાની અંદર જોતા તેમાં પાનકાર્ડ, ચૂંટણીકાર્ડ અને ચેકબુક તેમજ રોકડા રૂપિયા ૪૯,૦૦૦ તેમને મળી આવ્યા હતા.જોકે થૈલો ભુલી ગયેલ યુવાન કોણ હતો તેની જાણ ન થતાં અંતે થૈલામાં રહેલ પાનકાર્ડ, ચૂંટણી કાર્ડના ફોટા આધારે રીક્ષા ચાલક તથા તેના અન્ય મિત્રો દ્વારા થૈલો ભુલી જનાર યુવાનને શોધવા માટે કવાયત શરૂ કરવામાં આવી હતી અને દરમિયાનમાં આ થૈલો જેનો હતો તે વ્યક્તિ મળી આવતાં તેને પોલીસની હાજરીમાં રોકડ રકમ ભરેલો થેલો સોંપી આપવામાં આવ્યો હતો.
મોરબીના શકત શનાળાના રહેવાસી રિક્ષાચાલક મહાવીરસિંહ વેલુભા ઝાલા રીક્ષા નંબર જીજે ૩ બીટી ૧૨૫૫ લઈને મોરબીના ઉમિયા સર્કલ પાસે ઊભા હતા.ત્યારે ઉમિયા સર્કલની પાસેથી લીલાપર રોડ ઉપરના રાધેપાર્કમાં જવા માટે એક પરપ્રાંતિય યુવાન રીક્ષામાં બેઠો હતો અને કોઈ કારણોસર તે પેસેન્જર પોતાનો થેલો રીક્ષામાં ભૂલી ગયો હતો.બાદમાં અન્ય પેસેન્જરોના ફેરા કરવા છતાં કોઈ પેસેન્જર કે રીક્ષા ચાલકનું થૈલા ઉપર ધ્યાન ગયું ન હતું.અંતે રિક્ષાચાલક મહાવીરસિંહ ઝાલાને તે થૈલો મળી આવ્યો હતો અને તેઓએ થૈલાની અંદર પાનકાર્ડ, ચૂંટણીકાર્ડ, ચેકબુક સહિતના ડોક્યુમેન્ટ ઉપરાંત રોકડા રૂપિયા ૪૯ હજાર હતા અને પાનકાર્ડ-ચૂંટણીકાર્ડમાં જોતા થૈલાવાળી વ્યક્તિ પ્રવેન્દ્રસિંહ કેટર્રસ વાળા આગરા (ઉત્તરપ્રદેશ) હોવાનું સામે આવ્યુ હતુ.જેથી રિક્ષાચાલક મહાવીરસિંહે પોતાના અન્ય મિત્રો ભરતસિંહ વાળા, કુલદીપસિંહ ઝાલા, જગુભા પરમાર અને ક્રિપાલસિંહ જાડેજા સહિતનાઓની મદદ લઈને આ તમામ મિત્રો દ્વારા થૈલાના મૂળ માલિકને શોધવા તજવીજ શરૂ કરવામાં આવી હતી.તે દરમિયાનમાં તેઓ ઉમિયા સર્કલ પાસે અને લીલાપર રોડ ઉપર થૈલાના માલીકને શોધી રહ્યા હતા તે દરમિયાનમાં જેનો થૈલો ગુમ થયો હતો તે યુવાન પણ પોતાનો થૈલો શોધતો હતો અને બંને ઉમિયા સર્કલ પાસે મળી જતા મહાવીરસિંહ ઝાલા દ્વારા રોકડા રૂપિયા ૪૯ હજાર ભરેલો થેલો તેના મૂળ માલિક ઉત્તરપ્રદેશના આગ્રાના વતની અને કેટર્રસનું કામ કરતા પ્રવેન્દ્રસિંહને સોંપી દીધો હતો અને માનવતા મરી પરવારી નથી તેમ દર્શાવીને પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
