વાંકાનેરમાં આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રા અંતર્ગત બાઇક-કાર રેલી યોજાઇ
મોરબીના આઇટીઆઇ ખાતે વ્યસન જાગૃતિ ચિત્ર સ્પર્ધા યોજાઇ
SHARE









મોરબીના આઇટીઆઇ ખાતે વ્યસન જાગૃતિ ચિત્ર સ્પર્ધા યોજાઇ
વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણીના ભાગરૂપે જીલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ ડીસ્ટ્રીકટ ટોબેકો કંટ્રોલ સેલ મોરબી દ્વારા ઔદ્યોગિક તાલીમ સંસ્થા મોરબી ખાતે વ્યસન જાગૃતિ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ ટ્રેડના તાલીમાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને વ્યસન જાગૃતિ દર્શાવતા ચિત્રો દોર્યા હતા અને આ સ્પર્ધામાં એકથી દશ સુધી નંબર પ્રાપ્ત કરનારને ઇનામ અને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરાયા હતા ત્યાર બાદ ડીસ્ટ્રીકટ ટોબેકો કંટ્રોલ સેલના સોશ્યલ વર્કર દ્વારા વિદ્યાર્થીઓને વ્યસનની શારરિક અસરો, આર્થિક અસરો અને વ્યસન મુક્તિના ફાયદા વિશે માહિતી આપી હતી અને સંસ્થા આચાર્યએ દરેક તાલીમાર્થી પોતે વ્યસન મુક્ત બને અને પરિવારને વ્યસન મુક્ત બનાવવા અનુરોધ કર્યો હતો
