મોરબીમાં રોજગારી મુદ્દે યુવક કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન: અમુક આગેવાન ગેરહાજર
મોરબીમાં પૂર્વ ધારાસભ્યના નિવાસસ્થાને વધુ એક ઘડિયા લગ્ન સંપન્ન
SHARE









મોરબીમાં પૂર્વ ધારાસભ્યના નિવાસસ્થાને વધુ એક ઘડિયા લગ્ન સંપન્ન
મોરબી જિલ્લામાં પાટીદાર સમાજ દ્વારા ઘડિયા લગ્ન શરૂ કરવામાં આવેલ છે ત્યાર બાદ અત્યાર સુધીમાં અનેક ઘડિયા લગ્ન સંપન્ન કરવામાં આવ્યા છે તેવી જ રીતે મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતીયાએ તેના નિવાસ્થાને ઘડિયા લગ્ન કોઈપણ જ્ઞાતીના લોકોના સંતાનોના કરવાના હોય તો તેના માટે કાયમી મંડપ રાખેલ છે અને અત્યાર સુધીમાં અનેક પરિવારના દીકરા અને દીકરીના ઘડિયા લગ્ન તેના નિવાસ સ્થાને કરવવામાં આવેલ છે તેવામાં વધુ એક ઘડિયા લગ્ન યોજાયા હતા જેમાં ખેવારિયા ગામના અમરશીભાઇ ઉભડીયાની દીકરી હેતલબેનના લગ્ન હીરાપર વાળા સવજીભાઈ સવસાણીના દીકરા સાગરભાઈ સાથે યોજાયા હતા. ત્યારે ઉમિયા સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ મનુભાઈ કૈલા, ટંકારા તાલુકાના મહિલા મોરચાના પ્રમુખ ભાવનાબેન કૈલા, મોરબી જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી ભાણજીભાઈ વરસડાના તેમજ મોરબી સિવિલ હોસ્પિટલમાં સેવા આપતા વલ્લભભાઈ અધારા સહિતના ઉપસ્થિત રહ્યાં હતાં
