મોરબીમાં પૂર્વ ધારાસભ્યના નિવાસસ્થાને વધુ એક ઘડિયા લગ્ન સંપન્ન
મોરબી જિલ્લાના ૧૫૦ પેટ્રોલ પંપ ધારકો ૩૧ મીએ પેટ્રોલિયમ કંપની પાસેથી નહીં કરે પેટ્રોલ-ડિઝલની ખરીદી
SHARE









મોરબી જિલ્લાના ૧૫૦ પેટ્રોલ પંપ ધારકો ૩૧ મીએ પેટ્રોલિયમ કંપની પાસેથી નહીં કરે પેટ્રોલ-ડિઝલની ખરીદી
છેલ્લા ઘણા સમયથી પેટ્રોલ પંપ ધારકો દ્વારા માર્જિન વધારો કરવામાં આવે તે સહિતની જુદી જુદી માગણીઓ પેટ્રોલિયમ કંપનીઓ પાસે કરવામાં આવી રહી છે જોકે તેને ધ્યાને લેવામાં આવતી નથી જેથી કરીને આગામી તા ૩૧ મે ના રોજ ભારતના ૧૬ રાજ્યની અંદર “નો પર્ચેસ” નું આયોજન કરવામાં આવ્યું છે અને ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિયેશન પણ તેમાં જોડાવાનું છે અને ૩૧મી તારીખે ગુજરાતના પેટ્રોલ પંપ ધારકો દ્વારા પેટ્રોલ અને ડીઝલની ખરીદી કરવામાં આવશે નહીં અને મોરબી જિલ્લાના ૧૫૦ જેટલા પેટ્રોલ પંપ ધારકો પણ તેમાં જોડાવાના છે જો કે, ગ્રાહકો હેરાન ન થાય તે માટે થઈને પેટ્રોલપંપ ઉપર પેટ્રોલ, ડીઝલ અને સીએનજી ગેસનું વેચાણ ચાલુ રાખવામાં આવશે તેવું જાણવા મળે છે
દેશમાં પેટ્રોલ પંપ ડીલરો દ્વારા પેટ્રોલ પંપો પર પેટ્રોલ ડીઝલનું વેચાણ કરવામાં આવે છે તેના બદલામાં તેઓને મળતા માર્જિનમાં ઘટાડો થયો હોવાથી તેમને પૂરતુ વળતર મળતું ન હોવાથી માર્જિન વધારવામાં આવે તેવી માંગણી છેલ્લા ઘણા સમયથી કરવામાં આવી રહી છે જોકે, તેને ધ્યાને લેવામાં આવતી નથી જેથી ભારત દેશના ૧૬ રાજયોમાં આગામી તા.૩૧ ના રોજ “નો પર્ચેસ” નું નક્કી કરવામાં આવ્યું છે અને તેમાં ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિયેશન પણ જોડાવાનું હોય ગુજરાતની અંદર આગામી તા. ૩૧ ના રોજ પેટ્રોલ પંપ ધારકો દ્વારા પેટ્રોલ અને ડીઝલની ખરીદી કરવામાં આવશે નહીં જો કે, પેટ્રોલ અને ડિઝલના વાહનો વાપરતાં ગ્રાહકોને હાલાકીનો સામનો કરવો પડે નહીં તે માટે થઈને પેટ્રોલ પંપો ઉપર પેટ્રોલ, ડીઝલ અને સીએનજી ગેસનું વેચાણ ચાલુ રાખવામાં આવશે તેવું જાણવા મળેલ છે અને વધુમાં જાણવા મળતી વિગત પ્રમાણે ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિયેશનની મુખ્ય બે માંગણી છે જેમાં ડીલર માર્જિનમાં વધારો કરવામાં આવે તેમજ એક્સાઇઝ ડ્યુટી ઘટાડવામાં આવે ત્યારે અઠવાડિયાના અંતમાં અને તહેવારના સમયમાં તેનો ઘટાડો ન કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવેલ છે
