ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ મોરબી નજીક માજી સરપંચના પતિ પાસેથી ૧૦ લાખની ઉઘરીણી કરવા માટે માર મારનારા બે સામે ફરીયાદ મોરબીની પાંજરાપોળમાં બે મહિના સુધી પશુ ન લાવવા ધારાસભ્યની લોકોને અપીલ મોરબીમાં માલધારીઓના માલઢોર પકડવાનું મનપા બંધ કરે, વાડાઓ કાયદેસર કરી આપો: કલેક્ટરને કરી રજૂઆત એક રાષ્ટ્ર,એક ચૂંટણી: વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ૨૫૦૦ લોકોને મનરેગા હેઠળ મળે છે રોજગારી


SHARE

















મોરબી જિલ્લાના ૨૫૦૦ લોકોને મનરેગા હેઠળ મળે છે રોજગારી

મનરેગા યોજનામાં નાના શ્રમિકોને રોજગારી આપવામાં આવી રહી છે. મોરબી જિલ્લામાં મનરેગા યોજના હેઠળ ૩૯ કામો હાથ ધરવામાં આવી રહ્યા છે. હાલ મનરેગા યોજનામાં કુટુંબદીઠ ૧૦૦ દિવસની રોજગારી આપવામાં આવી રહી છે. જેમાં ૧૨૩૩ કુટુંબોના ૨૫૦૦ થી વધુ શ્રમિકો હાલ દરરોજ રોજગારી મેળવી રહ્યા છે.

આ રોજગારી જરૂરિયાતમંદ ૧૨૩૩ કુટુંબો માટે તક ની સાથે આશિર્વાદરૂપ બની રહી છે જે થકી એ કુટુંબોના ૨૫૦૦ થી વધુ શ્રમિકો હાલ દરરોજ રોજગારી મેળવી રહ્યા છે. મનરેગા હેઠળ કામના પ્રમાણમાં પુરતી રોજગારી મળતી હોવાથી અનેક જરૂરિયાતમંદ કુટુંબો આ યોજનાનો પૂરતા પ્રમાણમાં લાભ લઈ રહ્યા છે અને શ્રમિકોના ખાતામાં જ સીધું ચુકવણું કરવામાં આવતું હોવાથી પૂરતી પારદર્શકતા પણ જળવાય છે.

ઉલ્લેખનિય છે કે,સુજલામ સુફલામ જળ અભિયાન ૨૦૨૨ તથા અમૃત સરોવર ૨૦૨૨-૨૩ હેઠળ મનરેગા યોજના દ્વારા તળાવ ઊંડા ઉતારવાહયાત તળાવોનું મરામત સફાઈ કામ તથા નવા તળાવો બનાવવા જેવી  જળ સંચયની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ કામગીરીથી વરસાદી પાણીનો સંગ્રહ થાય છેભૂગર્ભ જળ ઊંચા આવે છે. તથા ખેતી માટે સિંચાઈનું પાણી મળી રહે છે. પાણીની સંગ્રહ શક્તિ વધવાથી રવિ પાકમાં ફાયદો થાય છે તથા કુવા અને બોરમાં પણ ભૂગર્ભ જળમાં વધારો થાય છે. ઉપરાંત મનરેગા જેવી યોજનાઓ સાથે જોડીને શ્રમિકોને રોજગારો પણ આપવામાં આવી રહી છે.




Latest News