ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં વિદ્યાર્થીઓ માટે યોજનારા કારકિર્દી માર્ગદર્શન સેમિનારમાં મંત્રી બ્રિજેશ મેરજા હાજર રહેશે


SHARE







મોરબીમાં વિદ્યાર્થીઓ માટે યોજનારા કારકિર્દી માર્ગદર્શન સેમિનારમાં મંત્રી બ્રિજેશ મેરજા હાજર રહેશે

રાજ્ય સરકારની નવી પહેલના ભાગરૂપે ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓને કારકિર્દી વિષયક નિર્ણય લેવામાં માર્ગદર્શન મળી રહે તે હેતુથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર મધ્યમિક શિક્ષણ બોર્ડ અને જિલ્લા વહીવટી તંત્રની સંયુક્ત પ્રેરણાથી જિલ્લા તાલુકા કક્ષાના કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમનું રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષસ્થને આયોજન કરવામાં આવ્યું છે.

રાજયમંત્રી બ્રિજેશભાઇ મેરજાના અધ્યક્ષ સ્થાને મોરબી જિલ્લા કક્ષાનો કાર્યક્રમ તા.૩૦ ના રોજ મોરબી ખાતે સવારે ૧૦ થી ૧૨ દરમિયાન યોજાશે. જેમાં સ્થાનિક તજજ્ઞોનું માર્ગદર્શન તથા વિવિધ સરકારી વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ઓનલાઈન માર્ગદર્શન અપાશે જે અંતર્ગત રોજગાર અને તાલીમ કચેરીના નિયામક ટેકનિકલ શિક્ષણની કચેરીના તજજ્ઞઆરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના કમિશ્ન તેમજ કૃષિ અને પશુપાલન વિભાગના તજજ્ઞ દ્વારા ઓનલાઈન માર્ગદર્શન અપાશે. માર્ગદર્શન બાદ વિદ્યાર્થીઓને મુંઝવતા પ્રશ્નો માટે પ્રશ્નોતરી પણ થશે. આ કાર્યક્રમ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના સંકલનમાં સરકારી ITI સરકારી એન્જિનિયરિંગ કોલેજરોજગાર અધિકારી કચેરીખેતીવાડી પશુપાલન સહિત કચેરીઓ સહયોગી થશે. તો તાલુકા કક્ષાના કાર્યક્રમો તા ૪ ના રોજ હળવદમાં રાજોધરજી હાઇસ્કુલ ખાતેવાંકાનેરમાં મહોમદી લોકશાળાચંદ્રપુર ખાતેટંકારામાં એમ.પી. દોશી વિધાલય ખાતે તેમજ માળિયા(મીં)માં કે.પી. હોથી હાઇસ્કૂલ ખાતે સવારે ૧૦ થી ૧૨ દરમિયાન યોજાનાર છે.

જિલ્લાકક્ષાના કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમમાં તેમજ અતિથિ વિશેષ તરીકે કેન્દ્રીય મહિલા અને બાળ કલ્યાણ વિકાસના રાજ્યકક્ષાના મંત્રી તેમજ સુરેન્દ્રનગરના સાંસદશ્રી ડૉ. મહેન્દ્રભાઇ મુંજપરા, રાજકોટ-ટંકારાના સાંસદ મોહનભાઇ કુંડારીયાજામનગરના સાંસદ પુનમબેન માડમકચ્છ મોરબીના સાંસદ વિનોદભાઇ ચાવડામોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઇ શિહોરાતેમજ હળવદનાં ધારાસભ્ય પરસોતમભાઇ સાબરીયાટંકારાના ધારાસભ્ય લલીતભાઇ કગથરાવાંકાનેરના ધારાસભ્ય મહંમદ જાવેદ પીરઝાદામોરબી નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન પરમારમોરબી તાલુકા પંચાયતના પ્રમુખ રમાબેન ચાવડાતેમજ પૂર્વમંત્રી જયંતિભાઇ કવાડીયાની વિશેષ ઉપસ્થિતિ રહેશે. અને શિક્ષણવિદ રમેશભાઇ પટેલ તથા ડેનિશભાઇ કાનાબાર વ્યકતત્વ આપશે.






Latest News