મોરબીમાં સોમવારે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાની હાજરીમાં પ્રીમોનસુન કામગીરીની સમિક્ષા બેઠક યોજાશે
SHARE









મોરબીમાં સોમવારે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાની હાજરીમાં પ્રીમોનસુન કામગીરીની સમિક્ષા બેઠક યોજાશે
આગામી દિવસોમાં ચોમાસુ આવી રહ્યું છે ત્યારે મોરબી જીલ્લામાં વરસાદના લીધે કોઈ નુકશાન ન થાય તે માટે સમયસર પ્રીમોનસુન કામગીરી કરવામાં આવે તે જરૂરી છે ત્યારે મોરબીમાં સોમવારે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાની હાજરીમાં કલેક્ટર કચેરીમાં પ્રીમોનસુન કામગીરીની સમિક્ષા બેઠક યોજાશે
રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજા મોરબી જિલ્લાના પ્રવાસે છે. ત્યારે ૩૦ મી મેના સવારે ૯:૪૫ કલાકે તેઓ એન.આઈ.સી. કોન્ફરન્સ હોલ કલેકટર કચેરી ખાતે પ્રધાનમંત્રી કેર્સ ફોર ચિલ્ડ્રન લોન્ચિંગ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. અને બપોરે ૧૨:૦૦ કલાકે જિલ્લા કક્ષાના અધિકારીઓ સાથે પ્રિમોન્સુન કામગીરી સંદર્ભ સમીક્ષા બેઠકમાં હાજર રહેશે તથા ૧:૦૦ કલાકે મોરબી નગરપાલીકાના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે પ્રિમોન્સુન કામગીરી અંગેની બેઠકમાં ઉપસ્થિત રહેશે.
