મોરબીમાં સોમવારે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાની હાજરીમાં પ્રીમોનસુન કામગીરીની સમિક્ષા બેઠક યોજાશે
વાંકાનેરના માર્કેટ ચોકમાં કાલે પાલિકાની ખાસ સાધારણ સભા: નવા જુનીના એંધાણ
SHARE









વાંકાનેરના માર્કેટ ચોકમાં કાલે પાલિકાની ખાસ સાધારણ સભા: નવા જુનીના એંધાણ
વાંકાનેર પાલિકા છેલ્લા ઘણા સમયથી ચર્ચાના એરણ ઉપર છે ત્યારે શનિવારે સાંજે પાલિકાના પ્રમુખ દ્વારા ખાસ સામાન્ય સભા બોલાવવામાં આવી છે અને આ સભા પાલિકા કચેરીના બદલે વાંકાનેરના માર્કેટ ચોકમાં બોલાવવામાં આવી છે અને તાજેતરમાં જ મહિલા ચીફ ઓફિસર અને કર્મચારીઓ વચ્ચેની ગેરસમજ દૂર કરીને હડતાળ પૂરી કરાવવામાં આવી છે ત્યારે આ ખાસ સામાન્ય સભામાં પાલિકાના ચીફ ઓફિસર સામે ખાતાકીય તપાસનો ઠરાવ કરવામાં આવશે જેથી કરીને નવો વિવાદ ઊભો થાય તેવા સંકેત મળી રહ્યા છે
વાંકાનેર પાલિકાના કર્મચારીઓ દ્વારા હડતાળ કરવામાં આવી હતી જેથી કરીને રિજયોનાલ કમિશ્નર નગરપાલિકા ડો.ધીમંતકુમાર વ્યાસ, અધિક કલેક્ટર એન.એફ.ચોધારી અને ચીફ ઓફિસર વર્ગ-૧ ટી.એન. શાસ્ત્રી વાંકાનેર પાલિકા કચેરી ખાતે આવ્યા હતા અને ચીફ ઓફિસર તેજલ મુંધવા તેમજ કર્મચારીઓ વચ્ચેની ગેરસમજને દૂર કરીને હડતાળ પૂરી કરાવવામાં આવી હતી જેની સહી હજુ તો સુકાઈ નથી ત્યાં શનિવારે સાંજે ૬ વાગ્યે પાલિકાના પ્રમુખ દ્વારા ખાસ સામાન્ય સભા બોલાવવામાં આવી છે અને આ સભા પાલિકા કચેરીના બદલે વાંકાનેરના માર્કેટ ચોકમાં બોલાવવામાં આવી છે જેમાં એક કર્મચારીને સસ્પેન્ડ કરવાનો ઠરાવ તેમજ પાલિકાના મહિલા ચીફ ઓફિસર સામે ખાતાકીય તપાસનો ઠરાવ કરવામાં આવશે જેથી કરીને વાંકાનેર પાલિકામાં આ સભા પછી નવો વિવાદ ઊભો થાય તેવા સંકેત મળી રહ્યા છે
