વાંકાનેરના માર્કેટ ચોકમાં કાલે પાલિકાની ખાસ સાધારણ સભા: નવા જુનીના એંધાણ
મોરબીના બાપસિતારામ ચોકમાં આમ આદમી પાર્ટીની જનસંવાદ સભા યોજાઇ
SHARE









મોરબીના બાપસિતારામ ચોકમાં આમ આદમી પાર્ટીની જનસંવાદ સભા યોજાઇ
આમ આદમી પાર્ટી પરિવર્તન યાત્રા સાથે ગુજરાતની ૧૮૨ વિધાનસભા બેઠક ઉપર જય રહી છે ત્યારે મોરબી જિલ્લાના મોરબી અને વાંકાનેરમાં આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રા પહોચી હતી અને તેની સાથે આવેલ ઈસુદાન ગઢવી, કૈલાશદાન ગઢવી સહિતના આગેવાનો પણ મોરબીના પ્રવાસે આવ્યા હતા અને ગઇકાલે મોરબીના બાપસિતારામ ચોકમાં આમ આદમી પાર્ટીની જનસંવાદ સભા યોજાઇ હતી જેમાં કૈલાશદાન ગઢવી સહિતના આગેવાનોએ ભાજપ અને ભાજપ સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા હતા
મોરબીના બાપાસિતારામ ચોકમાં કૈલાશદાન ગઢવીની જનસંવાદ સભા યોજાઇ હતી જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને ત્યારે કૈલાશદાન ગઢવીએ ભાજપને આડે હાથે લીધી હતી અને છેલ્લા વર્ષોમાં કરવામાં આવેલ કૌભાંડ અને પેપર લીક થવા સહિતના મુદે ભાજપ ઉપર પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે, આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને તેના કૌભાંડોનો જવાબ લોકો આપવાના જ છે પરંતુ આમ આદમી પાર્ટી અત્યાર સુધીમાં જે કૌભાંડ કરીને જે ખાઈ ગયા છે તે પાછા લાવીશું તેવું પણ તેને કમિટમેંટ આપ્યું હતું આ તકે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ વસંતભાઇ ગોરીયા, મોરબી સિરામિક એસો.ના માજી પ્રમુખ અને આમ આદમી પાર્ટીના સભ્ય ગિરીશભાઈ પેથાપરા, જિલ્લાના મહામંત્રી સંજયભાઇ ભટાસણા, પરેશભાઈ પરિયા સહિતના આગેવાનો, હોદેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા
