મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં કાલે સેતુબંધ ફાઉન્ડેશન-ઇન્ટરનેશનલ હયુમન રાઈટ્સ એસો. દ્વારા એક દીકરી ધરાવતા દંપતીનું કરાશે સન્માન


SHARE









મોરબીમાં કાલે સેતુબંધ ફાઉન્ડેશન-ઇન્ટરનેશનલ હયુમન રાઈટ્સ એસો. દ્વારા એક દીકરી ધરાવતા દંપતીનું કરાશે સન્માન

મોરબીના સેતુબંધ ફાઉન્ડેશન અને ઇન્ટરનેશનલ હયુમન રાઈટ્સ એસો.ના સંયુક્ત ઉપક્રમે જે પરિવારમાં સંતાનમાં માત્ર એક દિકરી જ હોય તેવા પરિવારના સન્માનનો કાર્યક્રમ કરવામાં આવશે તેની સાથોસાથ સમાજ સેવાની કામગીરી કરનારા લોકોનું પણ સન્માન કરવામાં આવશે

આજ ના સમયમાં સમાજમાં પ્રવર્તતા લિંગ-ભેદ રેશિયોના તફાવતને ઓછો કરવામાં તેમજ બેટી બચાવો બેટી ભણાવો જે સરકારનો કાર્યક્રમ છે, તેમાં જેઓએ ખરેખર પોતાનું આગવું યોગદાન આપેલ છે, તેઓની સમાજમાં આગવી સન્માનજનક ઓળખ ઉભી થાય, અન્ય લોકો પણ પોતાના સંતાનમાં દિકરો દિકરીના ભેદ ભૂલીને દિકરી પણ દિકરા સમાન છે તેવું માનીને આવા લોકોમાંથી પ્રેરણા લે, તંદુરસ્ત અને સમૃદ્ધ તેમજ સુરક્ષિત સમાજની રચના થાય, સમાજમાં બેટીઓ માટે સન્માનજનક સ્થાન બને, દિકરીઓ પર અત્યાચાર બંધ થાય તેના માટે લોકોમાં જાગૃતિ આવે, દિકરીઓ આત્મનિર્ભર થાય અને સ્વરક્ષણ કરતી થાય તેવા સંદેશ સાથે સંતાનમાં ફક્ત એક દીકરી જ ધરાવતા પરિવાર કે જેમાં માતા-પિતાની ઉંમર ૪૫ વર્ષથી ઉપર હોય અથવા તો દિકરીની ઉમર ૧૫ વર્ષથી ઉપરની હોય તેવા માતા-પિતાઓના મહાનુભાવોના હસ્તે સન્માનનો કાર્યક્રમ કરવામાં આવશે

વધુય સેતુબંધ ફાઉન્ડેશન મોરબીના પ્રમુખ કાંતિલાલ ડી. બાવરવાએ જણાવેલ છે કે, તા. ૨૯ ને રવિવારે સવારે ૯.૦૦ કલાકે શનાળાની પટેલ સમાજની વાડી ખાતે આ સન્માન સમારોહનું આયોજન કરેલ છે જેમાં એક જ દીકરી હોય તેવા પરિવારો, ધો. ૧૨ સાયન્સમાં એ-૧ ગ્રેડ પ્રાપ્ત કરનાર મોરબી જીલ્લાના વિદ્યાર્થીઓ, મોરબી જીલ્લામાં રાજ્ય કક્ષાએ એવોર્ડ પ્રાપ્ત કરનાર શિક્ષકો, મોરબીમાં સેવાકીય ક્ષેત્રે કાર્યરત સેવાના ભેખધારી સંસ્થાઓ તેમજ વ્યક્તિઓ અને મોરબી જીલ્લાના સરપંચો, તેમજ મીડિયાના મિત્રો વગેરેના જાહેર સન્માન કરવામાં આવશે

આ કાર્યક્રમમાં મુખ્યઅતિથીઓમાં સૌરાષ્ટ્ર સ્થીત કડવા પાટીદાર સમાજની આસ્થાનું કેન્દ્ર એવા સીદસર ધામના સંગઠન પ્રમુખ કૌશિકભાઈ રાદડિયા, પોતાના માતાપિતાનું એક માત્ર સંતાન અને તે પણ દીકરી એવા ગુજરાતપ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ જેનીબેન ઠુંમર, ઇન્ટરનેશનલ હયુમન રાઈટ્સ એસોશીએશનના પ્રેસિડેન્ટ ડો.શેહનાઝબેન બાબી, રાજકોટ સ્થીત મધુરમ હોસ્પિટલના સૌરાષ્ટ્રના પ્રખ્યાત ન્યુરોસર્જન ડો. હેમાંગભાઈ વસાવડા, ખેડૂત અગ્રણી અને ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલીયા, ગુજરાત કિસાન સંગઠનના પ્રમુખ જે.કે. પટેલ, મોરબી સ્થીત કડવા પાટીદાર કન્યા કેણવણી મંડળ સંસ્થાના પ્રમુખ બેચરભાઈ હોથી, તેમજ મોરબી સ્થીત દરેક સમાજના પ્રમુખો-અગ્રણીઓ હાજર રહેશે




Latest News