વાંકાનેરનાં પાંચદ્વારકા ગામે વાડીના શેઢેથી ઢોરને દૂર લેવાનું કહેતી મહિલાને માર માર્યો
SHARE









વાંકાનેરનાં પાંચદ્વારકા ગામે વાડીના શેઢેથી ઢોરને દૂર લેવાનું કહેતી મહિલાને માર માર્યો
વાંકાનેર તાલુકાનાં પાંચદ્વારકા ગામ નજીક વાડીના શેઢા પાસેથી ઢોરને દૂર લેવાનું કહેતી મહિલાને એક શખ્સે ગાળો આપીને માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલ મહિલાએ હાલમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાનાં પાંચદ્વારકા નવાગામમાં રહેતા મક્સુદાબેન અશરફભાઇ ખોરજીયા જાતે મોમીન (૩૨) એ શૈલેષ છેલાભાઇ પાંચીયા રહે. પાંચદ્વારકા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, પાંચદ્વારકા નજીક તેઓની વાડી મારીયા વિસ્તારમાં આવેલ છે ત્યાં આરોપીના ઢોર વાડીના શેઢે આવી જતા ફરિયાદીએ આરોપીને તેના ઢોર લઇ લેવા કહ્યું હતું જે સારું નહીં લગતા આરોપી એકદમ ઉશ્કેરાઇ ગયો હતો અને તેને ગાળો આપી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને પોતાના હાથમા રહેલ લાકડી ફરિયાદીને સાથળના ભાગે તથા જમણા હાથમા મારી હતી જેથી કરીને મહિલાએ નોંધાવેલ ફરિયાદના આધારે ઇ.પી.કો. કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨) તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે
