ડબલ એન્જિન વાળી સરકારે ગુજરાતનાં વિકાસના આડેની તમામ અણચણો દૂર કરી: નરેન્દ્ર મોદી
મોરબીમાં પ્રેમ પ્રકરણ મુદે યુવાન ઉપર હુમલો કરનારા ચાર શખ્સોની ધરપકડ
SHARE









મોરબીમાં પ્રેમ પ્રકરણ મુદે યુવાન ઉપર હુમલો કરનારા ચાર શખ્સોની ધરપકડ
મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ચીત્રકુટ સોસાયટી શેરી નંબર ૪ માં રહેતા મહેશભાઇ દયારામભાઇ પરમાર જાતે સતવારા (ઉ.૨૧)એ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશને સુરેશભાઇ ભાણજીભાઇ પરમાર, જેરામભાઇ ભાણજીભાઇ પરમાર, કાંતીલાલ ભાણજીભાઇ પરમાર અને જેરામભાઇના દીકરા સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં તમામ આરોપીની ધરપકડ કરવામાં આવી છે
યુવાને ફરિયાદમાં જણાવ્યુ હતું કે, મોરબીના શનાળા રોડ ઉપર કૈણકણાની વાડી નવયુગ સ્કુલની પાછળના ભાગમાં આરોપીઓ રહે છે તેના ઘર પાસે રામામંડળ રમાતુ હતું જેથી કરીને તે ત્યાં જોવા માટે ગયો હતો ત્યારે ફરિયાદી યુવાનને આરોપી સુરેશભાઇ ભાણજીભાઇ પરમારની દીકરી સાથે અગાઉ પ્રેમ સંબધ હતો જેની જાણ તેને થતા સંબધ નહી રાખવા બન્ને પક્ષે સમાધાન થઈ ગયું હતું જો કે, કૈણકણાની વાડીમાં રામામંડળ રમાતુ હતું માટે ફરિયાદી યુવાન ત્યાં જોવા માટે ગયો હતો તે આરોપીઓને સારૂ નહી લાગતા આરોપીઓએ અમારા ઘર બાજુ કેમ આવેલ છે તેમ કહી ફરિયાદીને ગાળો આપી હતી અને ચારેય આરોપીઓએ ઢીકા પાટુ અને પટ્ટા વડે માર માર્યો હતો અને જો ફરીવાર અમારા ઘર બાજુ આવીસ તો જાનથી મારી નાખશુ તેવી ધમકી આપી હતી જેથી યુવાને નોંધાવેલ ફરિયાદના આધારે પોલીસે સુરેશભાઇ ભાણજીભાઇ પરમાર (૪૦), જેરામભાઇ ભાણજીભાઇ પરમાર (૫૦), કાંતીલાલ ભાણજીભાઇ પરમાર (૫૨) અને મહાદેવ જેરામભાઇ પરમાર (૨૩) રહે. બધા જ નાની કેનાલ કૈણકણાની વાડી વાળાની ધરપકડ કરેલ છે
તરૂણ સારવારમાં
મોરબીના લખધીરનગર ગામે રહેતો નમન કિરીટભાઈ દેગામા નામનો ૧૪ વર્ષીય સગીર વયનો બાળક બાઈકમાં પાછળના ભાગે બેસીને જતો હતો ત્યારે નવાગામની પાસે તેઓનું બાઈક સ્લીપ થઇ જતાં તે નિચે પડી જતાં ઇજાઓ થવાથી તેને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો. તેમજ સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના કરશનગઢ ગામે રહેતા ભરતભાઈ તળશીભાઇ થરેસા નામનો ૩૮ વર્ષીય યુવાન જ્યારે હળવદ-રાયસંગપર રોડ ઉપરથી જતો હતો ત્યાં કોઇ અજાણ્યા વાહન ચાલકે તેને હડફેટે લેતા ઇજાઓ થવાથી ભરતભાઈ થરેસાને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.
મારામારીમાં ઇજા
મોરબીના માધાપરા વિસ્તારમાં આવેલ અંબિકા રોડ ઉપર ઘર નજીક થયેલ મારામારીના બનાવમાં ઈજાઓ પહોંચતા રાજુભાઈ લખમણભાઇ દેગામા નામના ૩૨ વર્ષીય યુવાનને સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જેથી એ ડિવિઝન પોલીસને જાણ થતાં હાલમાં પી.એચ.બોરાણા દ્વારા પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવેલ છે.તેમજ મોરબીના મચ્છીપીઠ વિસ્તારમાં પણ ઘર પાસે થયેલ મારામારીના બનાવમાં ઘવાયેલ હનીફ સુલેમાનભાઈ જામ નામના ૪૩ વર્ષીય યુવાને પણ સારવારમાં ખસેડાયો હતો.જ્યારે મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામે રહીને મજૂરીકામ કરતા સુરલીબેન સનુભાઈ નાયકા નામના ૫૦ વર્ષિય આધેડ મહિલાને તારાપુર ચોકડી નજીક બોડેલી હાઇવે ઉપર વાહન અકસ્માતના બનાવમાં ઈજાઓ પહોંચતા તેઓને અહીંની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.
