લોકોને પાંચ વર્ષની સ્થિર સરકાર અને સમય તેમજ નાણાંનો બગાડ રોકવા માટે વન નેશન વન ઇલેક્શન અનિવાર્ય: મહેશભાઈ કસવાલા, મોરબીની ઉમા ટાઉનશીપ ખાતે વન નેશન, વન ઇલેક્શનનો કાર્યક્રમ યોજાયો મોરબીના જલારામ પ્રાર્થના મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠક યોજાઈ મોરબીના રફાળેશ્વર પાસે માજી સરપંચના પતિને માર મારીને અપહરણ કરવાનો પ્રયાસ કરવાની ઘટનામાં હજુ કોઈ ગુનો નોંધાયો નથી ! મોરબી જલારામ મંદિરે સ્વ.દમયંતિબેન કાંતિલાલ પોપટના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં ગુરૂ વંદન ઉત્સવ ઉજવાયો મોરબી જિલ્લા કરણી સેના દ્વારા પી.ટી. જાડેજા સામે કરવામાં આવેલ ખોટી કાર્યવાહીનો વિરોધ વાંકાનેરના ભેરડા ગામ નજીકથી એક વર્ષ પહેલા થયેલ બાઈક ચોરીની હવે ફરિયાદ ! મોરબીના નવા એસટી ડેપોમાં વિદ્યાર્થિનીના પગ ઉપર બસનું ટાયર ફરી જતાં અંગૂઠામાં ફ્રેકચર-બે નખ નીકળી ગયા
Breaking news
Morbi Today

મોરબીમાં કરોડોનું કૌભાંડ કરવા માટે ખોટા આધાર કાર્ડ બનાવવા મદદ કરનારા આરોપીની ધરપકડ


SHARE

















મોરબીમાં કરોડોનું કૌભાંડ કરવા માટે ખોટા આધાર કાર્ડ બનાવવા મદદ કરનારા આરોપીની ધરપકડ

મોરબીમાં વૃદ્ધને વજેપર ગામના સર્વે નંબરની જમીનનું ખોટું સોદાખત કરી આપીને તેમની સાથે સાડા ત્રણ કરોડની છેતરપિંડી કરવામાં આવી હતી માટે વૃદ્ધે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે મહિલા સહિત આઠ શખ્સોની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે અત્યાર સુધીમાં કુલ નવ આરોપીઓની ધરપકડ કરલે છે અને તે આરોપીઓ જેલ હવાલે કરવામાં આવેલ છે જો કે, આ ગુનાની ખોટા આધારકાર્ડ બનાવવા માટે મદદ કરનારા વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે

મોરબીના આલાપ રોડ ઉપર શિવાલિકા એપાર્ટમેન્ટમાં રહેતા ભગવાનજીભાઈ ખીમજીભાઈ દેત્રોજા જાતે પટેલ (૬૫) એ થોડા સમય પહેલા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે અંબારામભાઇ ડાયાભાઇ પટેલ, અશોકભાઇ દામજીભાઇ કાસુન્દ્રા, ચુનીલાલ મકનભાઇ સતવારા, હરેશભાઇ ઉર્ફે હકાભાઇ નારણભાઇ જાકાસણીયા, મુકેશભાઇ નારણભાઇ કંજારીયા, સવિતાબેન ભગવાનજીભાઇ નકુમ, પીન્ટુભાઇ ભગવાનજીભાઇ નકુમ અને અલ્પેશભાઇ ભગવાનજીભાઇ નકુમ રહે.બધા મોરબી વાળાની સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવેલ હતી કેમ કે, વૃદ્ધને વજેપર ગામની જમીનધારક કાંતાબેન તેમના બન્ને પુત્રના નામના ખોટા આધાર કાર્ડ બનાવડાવી સોદાખતમાં તે ખોટા આધારકાર્ડનો ખરા તરીકે ઉપયોગ કર્યો હતો અને સવિતાબેનને કાંતાબેન તરીકે ખોટુ સોદાખત કરી આપ્યું હતું અને ફરિયાદી ભગવાનજીભાઇ દેત્રોજાની સાથે સાડા ત્રણ કરોડની છેતરપીંડી કરી હતી આ ગુનામાં પોલીસે અત્યાર સુધીમાં નવ આરોપીને પકડીને જેલ હવાલે કરેલ છે અને આ ગુનાની તપાસ દરમ્યાન ગુણને અંજામ આપવા માટે જે ખોટા આધારકાર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે ખોટા આધારકાર્ડ બનાવવા માટે અગાઉ પકડાયેલા આરોપીઓના ફોટો સહિતની મદદ કરનારા મુકેશ નારણભાઈ કંઝરિયા જાતે સતવારા (૩૯) રહે. કૈલાશ પાર્ક, ભગવતી હૉલ પાસે, કંડલા બાયપાસ મોરબી વાળાની પીઆઇ એમ.પી. પંડ્યા દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને તેના રિમાન્ડ લેવા માટે તજવીજ કરવામાં આવી છે

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના રવાપર રોડ ઉપર રિદ્ધિ એપાર્ટમેન્ટમાં રહેતા મોનાબેન નિલેશભાઈ જેસવાણી નામના ૪૪ વર્ષીય મહિલાને નીલકંઠ સ્કૂલ પાસે રોડ અકસ્માતના બનાવમાં ઈજાઓ પહોંચતા તેઓને સદભાવના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા જે અંગે નોંધ થતા એ ડીવીઝન પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. જ્યારે રાજકોટના નિર્મલા રોડ તિરુપતિ નગરમાં રહેતા સરોજબેન ત્રિભુવનભાઈ ગોસ્વામી નામની ૨૫ વર્ષીય મહિલાને રાજકોટ કોટક બેંક પાસે બાઈક સ્લીપ થવાના બનેલ બનાવમાં ઇજાઓ પહોંચતાં તેમને સારવાર માટે અહીંની આયુષ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા..!

યુવાન સારવારમાં

જામનગરના બાદનપરનો રહેવાસી રવિ દિલીપભાઈ વેગડ નામનો ૨૦ વર્ષીય યુવાન હીરાપર ગામની ગોળાઇ પાસેથી બાઈકમાં જતો હતો ત્યાં તેનું બાઇક સ્લીપ થઇ જતા ઇજાઓ થવાથી રવિને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો. જ્યારે મોરબી નજીકના પીપળી ગામે માનસધામ સોસાયટીમાં રહેતા પૂજાબેન રવિશંકર સિંગ જાતે રાજપૂત નામની ૩૦ વર્ષીય મહિલાને પાડોશી દ્વારા લાકડાના ધોકા વડે માર મારવામાં આવતા પૂજાબેનને સિવિલમાં સારવાર માટે લવાયા હતા અને બનાવની જાણ થતાં તાલુકા પોલીસ મથકના જીજ્ઞાશાબેન કણસાગરાએ બનાવ અંગે આગળની તપાસ હાથ ધરી છે.




Latest News