હળવદના કૃષ્ણનગરમાં ઉછીના લીધેલા રૂપિયા પાછા ન આપતા યુવાન અને તેના માતા-પિતાને ત્રણ શખ્સોએ માર માર્યો
મોરબીમાં સગીરાનો પીછો કરી એકલતાનો લાભ લઇ છેડતી કરનાર શખ્સ સામે નોંધાયો ગુનો
SHARE









મોરબીમાં સગીરાનો પીછો કરી એકલતાનો લાભ લઇ છેડતી કરનાર શખ્સ સામે નોંધાયો ગુનો
મોરબીમાં રહેતા પરિવારની સગીરવયની દીકરીને વારંવાર પજવણી કર્યા બાદ સગીરા જ્યારે એકલી હતી ત્યારે તેના ઘરમાં પ્રવેસીને એક ઈસમ દ્વારા બળજબરીપૂર્વક તેની સાથે અડપલા કરવામાં આવ્યા હતા જેથી સગીરાએ ફરિયાદ નોંધાવતાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે
મોરબી પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે મોરબીના રહેવાસી એક પરિવારની સગીર વયની દીકરી જ્યારે ઘરની બહાર નીકળતી હતી ત્યારે અવાર નવાર તેનો પીછો કરીને બીભત્સ ઈસારા કરીને પજવણી કરવામાં આવતી હતી તેમજ સગીરા ઘરે એકલી હતી ત્યારે તેના ઘરમાં ઘૂસીને સગીરા સાથે અડપલાં કરવામાં આવ્યા હતા જેથી સગીરાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે એટ્રોસીટી, છેડતી, પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે
યુવાન સારવારમાં
મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલા મકનસરના પ્રેમજીનગર વિસ્તારમાં રહેતા લીલાધર પ્રવીણભાઈ ઝાલા નામના ૨૧ વર્ષીય યુવાને પોતાના ઘેર પોતાની જાતે બ્લેડ વડે હાથના ભાગે છરકા કરી લેતા તેને સારવાર માટે સિવિલ લાવવામાં આવ્યો હતો.
મારા મારીમાં ઇજા
મોરબીના રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ સૂરજબાગ નજીક રહેતા બચુભાઈ નારણભાઇ પટેલ (૭૪)ને મારા મારીના બનાવમાં ઇજા થયેલ હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબી સિવિલે લઈ જવામાં આવ્યા હતા અને આ બનાવની મોરબી એ ડિવિજન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે
