મોરબી નજીક માજી સરપંચના પતિ પાસેથી ૧૦ લાખની ઉઘરીણી કરવા માટે માર મારનારા બે સામે ફરીયાદ મોરબીની પાંજરાપોળમાં બે મહિના સુધી પશુ ન લાવવા ધારાસભ્યની લોકોને અપીલ મોરબીમાં માલધારીઓના માલઢોર પકડવાનું મનપા બંધ કરે, વાડાઓ કાયદેસર કરી આપો: કલેક્ટરને કરી રજૂઆત એક રાષ્ટ્ર,એક ચૂંટણી: વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું ઈન્ડીયન લાયન્સ કલબ મોરબી દ્રારા યોજાયેલ કેમ્પનો ૨૦૧ દર્દીએ લાભ લીધો મોરબીની શ્રી ખાનપર કુમાર પ્રાથમિક શાળામાં પ્રથમ બેગલેસ-ડે ની ઉજવણી મોરબીના મોડપર ગામેથી બોલેરો લઈને મજૂર લેવા હળવદ ગયેલ યુવાન ગુમ મોરબીના બગથળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ડેન્ગ્યુ અટકાયતી કામગીરી હાથ ધરાઈ
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર પાસે કાનમાં ઈયરફોન લગાવી રેલ્વે ટ્રેક ક્રોસ કરતો યુવાન ડેમુની ઝપટે ચડી જતાં મોત


SHARE

















મોરબીના રફાળેશ્વર પાસે કાનમાં ઈયરફોન લગાવી રેલ્વે ટ્રેક ક્રોસ કરતો યુવાન ડેમુની ઝપટે ચડી જતાં મોત

મોરબીના જુના રફાળેશ્વર રોડ ઉપર આવેલ મિલેનિયમ પેપરમિલ નજીક આજે વહેલી સવારે રેલ્વે ટ્રેક ઉપરથી પગપાળા રેલ્વે ટ્રેક ક્રોસ કરી રહેલ પરપ્રાંતિય મજુર યુવાન ડેમુ ટ્રેનની ઝપટે ચડી ગયો હતો જેથી શરીરના ભાગે ગંભીર ઇજાઓ થવાથી યુવાનનું કમકમાટીભર્યુ મોત નિપજયુ હોવાનું જાણવા મળે છે.

મોરબી તાલુકા પોલીસ મથક ખાતે મોરબીના રફાળેશ્વર રોડ ઉપર આવેલ મિલેનિયમ પેપરમિલ નજીકથી કોઇના દ્વારા ફોન કરીને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.ત્યાં જઈને પોલીસે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે મીલેનીયમ પેપર મીલની સામે આવેલ રેલ્વે ટ્રેક ક્રોસ કરતા સમયે આજ તા.૩૦-૫ વહેલી સવારે છ વાગ્યે પસાર થતી ડેમુ ટ્રેનની ઝપટે ચડી જતા પરપ્રાંતીય મજૂર યુવાનનું મોત નિપજયું હતું.પોલીસે તપાસ હાથ ધરતા ખૂલ્યું હતું કે, મોરબીના જુના રફાળેશ્વર રોડ ઉપર આવેલ મિલેનિયમ પેપરમિલના લેબર કવાટરમાં રહેતા ગુલાબચંદ દેવકરણભાઇ વર્મા (ઉંમર ૧૯) મૂળ રહે.આદ્રાઉઠા તા.માનપુર જી.ચિત્રકૂટ ઉત્તરપ્રદેશનું ટ્રેન હડફેટે કમકમાટીભર્યું મોત નીપજયું હતું.

વધુમાં પોલીસે કરેલી તપાસમાં ખૂલ્યું હતું કે વહેલી સવારના છએક વાગ્યે ડેમું ટ્રેન પસાર થતી હતી.તે દરમિયાનમાં મૃતક યુવાન ગુલાબચંદ દેવકરણ વર્મા બંને કાનમાં ઈયરફોન લગાવીને શોચક્રિયા માટે રેલ્વે ટ્રેક ઓળંગી રહ્યો હતો ત્યારે ઉપરોક્ત અકસ્માત બનાવ સર્જાયો હતો. મૃતક અપરણિત હતો અને તે ઉત્તરપ્રદેશથી મજૂરીકામ અર્થે અહીં મોરબી મીલેનીયમ પેપર મીલમાં આવ્યો હતો અને લેબર કવાર્ટરમાં રહીને મજૂરી કામ કરતો હતો દરમ્યાનમાં વહેલી સવારે કાનમાં ઈયરફોન લગાવીને તે શોચક્રિયા જવા માટે રેલ્વે ટ્રેક ઓળંગી રહ્યો હતો ત્યારે પાછળથી આવી રહેલ ડેમુ ટ્રેનનો અવાજ ન સંભળાતા ટ્રેનની હદેફેટે ચાલી ગયો હતો અને યુવાનનું મોત નીપજયું હતું અત્રે નોંધનીય છે કે આવા બનાવો સમય અંતરે બનતા રહે છે છતાં પણ લોકો તેમાંથી બોદ્ધ  લેતા નથી અને પુનઃ પુનઃ આવા અકસ્માત બનાવો બનતા રહે છે.

કારમાં આગ

મોરબી તાલુકાના નવા ખારચીયા ગામે આવેડાની પાસે ગઈકાલ બપોરના બે વાગ્યાના અરસામાં આઈ ટ્વેન્ટી કાર નંબર જીજે ૩ ડીએન ૩૬૩૮ માં અચાનક કારના પાછળના ભાગે વાયરીંગમાં આગ લાગી હતી અને આગ જોતજોતામાં સમગ્ર કારમાં પ્રસરી જતા સંપૂર્ણ કાર આગમાં સ્વાહા થઈ ગઈ હતી જે અંગે અનિલભાઈ ગોવિંદભાઈ મીરાણી રહે. રાજકોટ નાના મવા રોડ અજમેરા સોસાયટી વાળાએ તાલુકા પોલીસને આ અંગે જાણ કરી હતી જેથી તાલુકા પોલીસે આ અંગે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.




Latest News