મોરબીમાં સ્વ. કાર્તિક દફતરીની સ્મૃતિમાં રક્તદાન કેમ્પ યોજાશે
મોરબીમાં ફુડ વિભાગ નિંદ્રામાં..? : ઠેરઠેર વેચાતી કૃત્રીમ રીતે પકાવેલી કેરી તેમજ કેરીના રસના નમુના કોણ લેશે..? : લાલજી મહેતા
SHARE









મોરબીમાં ફુડ વિભાગ નિંદ્રામાં..? : ઠેરઠેર વેચાતી કૃત્રીમ રીતે પકાવેલી કેરી તેમજ કેરીના રસના નમુના કોણ લેશે..? : લાલજી મહેતા
મોરબી શનાળા રોડ ઉપર સરદાર બાગ પાસે તેમજ માર્કેટીંગ યાર્ડની પાસે તેમજ સામાકાંઠે કડીયા બોર્ડીંગની પાસે વહેંચાતી કેરીઓને કૃત્રિમ રીતે પકવવામાં આવે છે અને આવી કેરી પ્રજાની તંદુરસ્તીને નુકશાન કરે છે.તથા શહેરની લોજ, હોટલોમાં પીરસાતા કેરીનાં રસમાં ભેળસેળ થતુ હોય છે અને જે ભાવે બજારમાં કેરી નથી મળતી તેનાથી નિચા ભાવે માંગો તેટલો કેરીનો રસ મળી રહ્યો છે..! આ કેવી રીતે શક્ય છે..? માટે લોકોના આરોગ્ય સાથે જોડાયેલી આ ગંભીર બાબતે જયારે કોઇપણ વિભાગ દ્વારા પગલા લેવામાં આવતા નથી.ત્યારે મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા કલેકટરને તેમજ ખોરાક અને ઔષધ નિયમન વિભાગને લેખીત રજૂઆત કરીને ઉપરોક્ત બાબતે યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે.
મોરબીના શનાળા રોડ ઉપર કેરી માટેનું બજાર ભરાય છે.તેમાં કેરીના બોકસ ઉપર તલાલા ગીરની કેરી લખેલ હોય છે પણ તે કેરી કયંની છે..? તે નકકી નથી હોતુ બીજુ કે બોકસમાં જે કેરી વહેંચે છે તે કૃત્રિમ રીતે પકવવામાં આવે છે અને ઘણી ખરી તેમા સળેલી કેરીઓ પણ નીકળે છે જેના લીધે પ્રજાની તંદુરસ્તીને તો નુકસાન થાય જ છે પણ લોકોએ આર્થિક નુકશાની પણ વેઠવી પડે છે. સાથોસાથ તોલમાપ અધિકારીએ તેના વજન માટે તપાસ કરવી જરૂરી છે. નવ કિલોનું કહીને પ્રજાને આઠ કે સાડા આઠ કિલો જ કેરી મળે છે તેવી ફરીયાદ ઉઠી રહી છે. ગ્રાહક ઉભો રહીને જોખાવે ત્યારે બે-ત્રણ કેરી ઉપરથી નાંખીને નવ કિલો વજન પુરુ દર્શાવે છે.ઘણા સમયથી તોલમાપ અધિકારીની જગ્યા ખાલી હોય આવડો મોટો જીલ્લો ચાર્જમા ચાલે છે..?! જેથી ઓછા વજનના ધણા પ્રશ્નો હોય છે તેમજ પ્રજાની તંદુરસ્તી માટે હોટલ, ડેરી કે લોજમાં અપાતા કેરીના રસના નમુના લેવા પણ જરૂરી છે.કારણ કે તેમા જાણવા મળેલ પ્રમાણે પોપૈયાના રસ તેમજ સેક્રિનની વધુ માત્રામાં ભેળસેળ હોય છે.આરોગ્ય ખાતું, તોલમાપ ખાતું, નગર પાલીકા તથા ખોરાક અને ઔષધ વિભાગ સાથે મળીને તપાસ કરે તો પ્રજાને લાભ થાય તેમ છે પરંતુ પ્રજાના પ્રશ્નો માટે કોઇપણ ખાતાને રસ જ નથી તેવું દેખાઇ રહ્યું છે માટે કલેકટર અંગત રસ લઇને પ્રજાની તંદુરસ્તી સાથે સંકળાયેલ બાબતો તેમજ ભેળસેળયુકત વસ્તુઓનું વેચાણ તેમજ વજનમાં ઓછુ આપીને લોકોને છેતરવા અંગેની જે ફરીયાદો મળી રહી છે તે નાબુદ થાય તેવા પ્રયત્નો કલેકટક કચેરી દ્રારા હાથ ધરવામાં આવે તેવી માંગ મોરબી શહેર તેમજ જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા કરવામાં આવેલ છે.
