માળીયા (મિ)ના મોટા દહીસરાથી કૃષ્ણનગર-કુંતાસી જવાના રસ્તા ઉપર નાલાના કામ કરવાની કોંગ્રેસની માંગ
SHARE









માળીયા (મિ)ના મોટા દહીસરાથી કૃષ્ણનગર-કુંતાસી જવાના રસ્તા ઉપર નાલાના કામ કરવાની કોંગ્રેસની માંગ
માળીયા મિયાણા તાલુકાના કૃષ્ણનગર અને મોટા દહીસરા ગામ પાસે અકે નાલાનું કામા ચાલુ છે અને એક નાળુ જર્જરિત છે જેથી કરીને જે કામ ચાલુ છે તેને તાત્કાલિક પૂર્ણ કરવા માટે અને જે કામા કરવાની જરૂર છે તેના માટે મોરબી જીલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરને મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી છે અને તાત્કાલિક અસરથી કામ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે
મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જયંતીભાઇ પટેલ દ્વારા મોરબી જિલ્લા પંચાયતના માર્ગ-મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર લેખિત રજૂઆત કરીને માળીયા મિયાણા તાલુકાના મોટા દહીસરા ગામ થી કુંતાસી ગામ તરફ જવાના રસ્તા ઉપર નાલા પુલિયાનું કામ ચાલુ છે તે અધૂરું કામ હોવાને કારણે લોકોને ચોમાસા દરમિયાન હાલાકીનો સામનો કરવો પડે તેવી શક્યતા છે તેવી જ રીતે કૃષ્ણનગર ગામથી મોટા દહીસરા ગામ તરફ જવાના રસ્તા ઉપર જર્જરિત નાલુ હોવાથી તે પણ ચોમાસામાં મુશ્કેલી સર્જે તેમ છે જેથી આગામી ચોમાસા પહેલા આ ચાલુ કામને તાત્કાલિક અસરથી કરવામાં આવે તેવી માંગ કરેલ છે
