માળીયા (મિ)ના મોટા દહીસરાથી કૃષ્ણનગર-કુંતાસી જવાના રસ્તા ઉપર નાલાના કામ કરવાની કોંગ્રેસની માંગ
વાંકાનેરના આરોગ્યનગરમાં જુગાર રમતા ચાર પકડાયા: એક ફરાર
SHARE









વાંકાનેરના આરોગ્યનગરમાં જુગાર રમતા ચાર પકડાયા: એક ફરાર
વાંકાનેર શહેરમાં આરોગ્યનગર શેરી નંબર-૪ માં જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે જુગાર રમતા શખ્સોમાં નાસભાગ મચી ગઈ હતી અને પોલીસે ચાર જુગારીઓને ઝડપી લીધા હતા અને તેઓની પાસેથી ૧૨૨૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યું છે અને એક જુગારી નાસી છૂટતા તેને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે
જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર શહેરના આરોગ્યનગર શેરી નંબર-૪ માં કિશનભાઇ ખીરૈયાના મકાન પાસે કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની બાતમી પોલીસને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી કિશનભાઇ અશોકભાઈ ખીરૈયા (૨૮), શૈલાશભાઈ છનાભાઈ શંખેશ્વરીયા (૨૭), જયપાલસિંહ રાજેન્દ્રસિંહ ઝાલા (૨૯) અને મનોજભાઈ જગદીશભાઈ શંખેશ્વરીયા (૩૨) જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેઓની પાસેથી ૧૨૨૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને પોલીસને જોઈને જીતો મેરૂભાઈ કોળી રહે. આરોગ્યનગર વાળો નાસી છૂટતા તેને પકડવા માટે તેને પોલીસે તજવીજ શરૂ કરી છે
