ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ મોરબી નજીક માજી સરપંચના પતિ પાસેથી ૧૦ લાખની ઉઘરીણી કરવા માટે માર મારનારા બે સામે ફરીયાદ મોરબીની પાંજરાપોળમાં બે મહિના સુધી પશુ ન લાવવા ધારાસભ્યની લોકોને અપીલ મોરબીમાં માલધારીઓના માલઢોર પકડવાનું મનપા બંધ કરે, વાડાઓ કાયદેસર કરી આપો: કલેક્ટરને કરી રજૂઆત એક રાષ્ટ્ર,એક ચૂંટણી: વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું
Breaking news
Morbi Today

રાજકોટના માજી કોર્પોરેટર સાથે મોરબીમાં ખોટા ખાતેદાર અને ખોટા આધાર કાર્ડ ઊભા કરીને ૩૫ લાખની છેતરપિંડી


SHARE

















 

રાજકોટના માજી કોર્પોરેટર સાથે મોરબીમાં ખોટા ખાતેદાર અને ખોટા આધાર કાર્ડ ઊભા કરીને ૩૫ લાખની છેતરપિંડી

મોરબીમાં જમીન કૌભાંડ દિવસને દિવસે સામે આવી રહ્યા છે અને ખોટા આધાર કાર્ડ બનાવીને વૃદ્ધની સાથે છેતરપિંડી કરવામાં આવી હતી તેના આરોપીને હજુ જેલ હવાલે કરવામાં આવ્યા છે ત્યારે રાજકોટના માજી કોર્પોરેટરની સાથે મોરબીના ભેજાબાજ ગઠિયાઓ દ્વારા છેતરપિંડી કરવામાં આવી છે અને ખોટા ખાતેદાર અને ખોટા આધાર કાર્ડ કરીને 35 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે જેથી કરીને ભોગ બનેલા યુવાને હાલમાં મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મહિલા સહિત છ સામે વિશ્વાસઘાત તેમજ છેતરપીંડીની ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ જમીન મકાન લેવેચનું કામ કરતાં અને રાજકોટના પેડક રોડ ઉપર પાણીના ઘોડા પાસે ચંપકનગરમાં ’’ખોડીયાર કૃપા’’ ખાતે રહેતા માજી કોર્પોરેટર મુકેશભાઇ પ્રાગજીભાઇ રાદડીયા જાતે પટેલ (૪૬)એ વિનુભાઇ તળશીભાઇ અઘારા રહે. રવાપર, જયાબેન વશરામભાઇ ડાભી (ખોટા ખાતેદાર), ભરતભાઇ વશરામભાઇ ડાભી (ખોટા ખાતેદારનો દિકરો), મનસુખભાઇ ધનજીભાઇ પરમાર, મુકેશભાઇ નારણભાઇ કંઝારીયા અને દયારામભાઇ સતવારા રહે.બધા મોરબી વાળાની સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તા.૧૭/૮/૨૦૨૧ ના બપોરના એક વાગ્યે મોરબી રેલ્વેસ્ટેશન રોડ ઉપર આવેલ વકીલ વૈજંતીબેન વાઘેલાની ઓફીસમાં ફરિયાદીને બોલાવીને આરોપી વિનુભાઇ તળશીભાઇ અઘારાએ વજેપર ગામની સીમમાં આવેલ સર્વે નંબર.૧૦૨૩/પૈકી-૧/પૈકી-૨ મા ભાગીદારી કરાર કરવાનુ કહ્યું હતું અને આરોપી વિનુભાઇ તળશીભાઇ અઘારાએ ખોટા આધારકાર્ડ બનાવી ફરીયાદીને ખોટા ખાતેદાર તરીકે રહેલ જયાબેન વશરામભાઇ ડાભીએ ખોટુ નામ ધારણ કરી તથા સાક્ષી તરીકે રહેલ ભરત વશરામભાઇ ડાભી સહિતના બધા વ્યક્તિઓએ પુર્વયોજિત કાવત્રુ રચી આરોપીના નામના ખોટા આધાર કાર્ડ બનાવડાવી ભાગીદારી કરારમાં તે ખોટા આધારકાર્ડનો ખરા તરીકે ઉપયોગ કર્યો હતો અને આરોપી જયાબેન વશરામભાઇ ડાભીને ખાતેદાર તરીકે દર્શાવી ખોટી ભાગીદારી કરી આપી હતી અને ફરિયાદી પાસેથી 35 લાખ રૂપિયા લઈ લીધા હતા અને વિશ્વાસઘાત તેમજ છેતરપીંડી કરલે છે જેથી યુવાનની ફરિયાદ લઈને પોલીસે આઇ.પી.સી. કલમ ૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧૨૦(બી) મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે




Latest News