રાજકોટના માજી કોર્પોરેટર સાથે મોરબીમાં ખોટા ખાતેદાર અને ખોટા આધાર કાર્ડ ઊભા કરીને ૩૫ લાખની છેતરપિંડી
મોરબીના ત્રાજપરમાં બે જુથ્થ વચ્ચે ધારીયુ, ધોકા-પાઇપ અને છરી વડે મારામારી : ૧૦ થી વધુને ઇજા
SHARE









મોરબીના ત્રાજપરમાં બે જુથ્થ વચ્ચે ધારીયુ, ધોકા-પાઇપ અને છરી વડે મારામારી : ૧૦ થી વધુને ઇજા
મોરબીના ત્રાજપરમાં માનવંતી ઇલેકટ્રીકની દુકાનની બાજુમાં રહેતા યુવાનના મોટાબાપુને વગર વાંકે ગાળો આપવામાં આવી હતી ત્યાર બાદ બે જુથ્થ સામસામે આવી ગયા હતા અને ધારીયુ, લોખંડના પાઇપ, ધોકા, છરી જેવા હથીયારો વડે સામસામી મારામારી થયેલ હતી જેથી કરીને આ બનાવમાં બંને પક્ષેથી લગભગ ૧૦ થી વધુ લોકોને ઇજાઓ થઈ હતી માટે તેમને સારવારમાં ખસેડાયા હતા અને મારામારીના આ બનાવમાં સામસામી ફરિયાદો નોંધાવવામાં આવતા બી ડીવીજન પોલીસે રાયોટિંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
મારામારીના બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે ત્રાજપર વિસ્તારમાં નજીવી વાતે સામસામી મારામારી થઇ હતી જે બનાવમાં રમેશ મગનભાઇ (૫૫), જીતેન્દ્ર મનુભાઈ (૨૨), નારણ મોહનભાઈ (૬૦), લાલજી મોહન પાટડીયા (૪૨), ગોરધન મોહન ટીડાણી (૬૦), ભરત રમેશ ઝિંઝુવાડીયા (૨૫), સંતોષ શામજી કોળી (૩૦), વાલજી શામજી કોળી (૪૦), મેહુલ મનસુખ સીતાપરા (૨૬) અને અજય શામજીભાઈ રહે.બધા ત્રાજપર મોરબી-૨ ને ઇજાઓ પહોંચતાં બધાને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લઈ જવાયા હતા.સારવાર લીધા બાદ ત્રાજપરમાં માનવંતી ઇલેકટ્રીકની દુકાનની બાજુમા રહેતા જીતેન્દ્રભાઇ ઉર્ફે જીતો મનુભાઇ પાટડીયા જાતે કોળી (૩૨) એ વાલજીભાઇ શામજીભાઇ જંજવાડીયા, દિપક શામજીભાઇ જંજવાડીયા, અજય ઉર્ફે બુધ્ધો શામજીભાઇ જંજવાડીયા, સંતોષ ઉર્ફે ટીટી શામજીભાઇ જંજવાડીયા, સંજય ઉર્ફે અમરો શામજીભાઇ જંજવાડીયા, ઉકાભાઇ જંજવાડીયા, ધર્મેન્દ્ર જયંતીભાઇ જંજવાડીયા અને જયંતીભાઇ બાબુભાઇ જંજવાડીયા તથા બે અજાણયા માણસો રહે.બધા મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે કે, તેના મોટાબાપુને વાલજીભાઇ શામજીભાઇ જંજવાડીયા વગર વાંકે ગાળો આપતો હતો જેથી કરીને તેના મોટાબાપુએ બધાને તેની વાત કરી હતી જે આરોપીને સારૂ નહી લાગતા અન્ય સહ આરોપીઓને સાથે ધારીયુ, લોખંડના પાઇપ, ધોકા, છરી જેવા હથીયાર લઈને ફરિયાદી યુવાન તેમજ અન્ય સાહેદોને આડેધડ માર માર્યો હતો અને ફરિયાદીને છરીથી નાક પાસે તેમજ હોઠ ઉપર તથા ધોકાથી ડાબા હાથના બાવડામા ઇજા કરી હતી અને અન્ય લોકોને પાઇપ અને ધોકાથી તેમજ ઢીકાપાટુનો આડેધડ માર માર્યો હતો અને દુકાનમા તોડફોડ કરી નુકશાન કરી હતી જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આઇ.પી.સી. કલમ ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૫૦૬(૨), ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૪૨૭, તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.
તો આ બનાવમાં સામાપક્ષેથી મોરબી ત્રાજપર શેરી નંબર ૧ માં રહેતા વાલજીભાઇ ઉર્ફે વાલો શામજીભાઇ જંજવાડીયા જાતે કોળી (૩૫) એ નારણભાઇ મોહનભાઇ પાટડીયા, ઉતમ નારણભાઇ પાટડીયા, સુનીલ નારણભાઇ પાટડીયા, જીતેન્દ્ર ઉર્ફે જીતો મનુભાઇ, લાલજીભાઇ મોહનભાઇ પાટડીયા, રમેશભાઇ મગનભાઇ ટીડાણી, ગોરધનભાઇ મગનભાઇ ટીડાણી, ધર્મેન્દ્ર લાલજીભાઇ પાટડીયા, મનસુખભાઇ મોહનભાઇ, હકાભાઇ ગોરધનભાઇ ટીડાણી અને વિશાલ છેલાભાઇ પાટડીયા રહે. બધા ત્રાજપર મોરબી-૨ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તે આરોપી નારણભાઇ મોહનભાઇ પાટડીયાના ઘર પાસે શેરીમાંથી નીકળતા તે તેને સારૂ નહીં લાગતા અન્ય સહઆરોપીઓને બોલાવ્યા હતા અને ધારીયુ, લોખંડના પાઇપ, ધોકા, છરી જેવા હથીયાર સાથે આવી ફરિયાદીને તેમજ અન્ય સાહેદોને આડેધડ માર માર્યો હતો અને ફરિયાદીને માથામા ધોકાથી તથા શરીરે લોખંડના પાઇપથી ઇજાઓ કરી હતી તેમજ અન્ય સાહેદોને પાઇપ, ધોકા, છરીથી તેમજ ઢીકાપાટુનો માર મારી ઇજાઓ કરી હતી જેથી પોલીસે યુવાનની ફરિયાદ લઈને આઇ.પી.સી. કલમ ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૫૦૬(૨), ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબ ગુનો નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે.
