મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં ઉમિયા માનવ ટ્રસ્ટ આયોજીત સંસાર રામાયણ કથાનું સમાપન


SHARE









મોરબીમાં ઉમિયા માનવ ટ્રસ્ટ આયોજીત સંસાર રામાયણ કથાનું સમાપન

મોરબીમાં ઉમિયા માનવ ટ્રસ્ટ દ્વારા રામેશ્વર ફાર્મ ખાતે સંસાર રામાયણ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેના છેલ્લા દિવસે પંચાયત મંત્રી બ્રિજેશભાઈ મેરજા,પૂર્વ મંત્રી ચીમનભાઈ  સાપરિયા તેમજ જેરામભાઈ વાંસજાળીયા પ્રમુખ ઉમિયાધામ સીદસર,  મૌલેશભાઈ ઉકાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કથા દરમ્યાન અનેક લોકોએ વ્યસન છોડવાનો સંકલ્પ કર્યો હતો. નાની નાની દિકરીઓએ મોબાઈલના વળગણને તિલાંજલિ આપી હતી.

મોરબી જિલ્લામાં પાટીદાર પરીવારમાં અશક્ત અને નિરાધાર 246 જેટલા વ્યક્તિઓ છે જેમના જીવન નિર્વાહ માટે ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા લજાઈ પાસે ભીમનાથ મહાદેવની બાજુમાં ૪૦ વિઘા જમીનમાં ૮૦ રૂમ ધરાવતું અને ૨૦૦ નિરાધાર લોકોનો સમાવેશ થઈ શકે એવું એ.સી.જેવી અદ્યતન સુવિધા ધરાવતું બાર કરોડની માતબર રકમના બજેટવાળું માનવ મંદિરનું બાંધકામ પૂર્ણ થવાના આરે છે ત્યારે માનવ મંદિરના લાભાર્થે યોજાયેલી સંસાર રામાયણ કથા દરમ્યાન માનવતાના આ મહાયજ્ઞમાં આર્થિક યોગદાન આપનાર દોઢસો જેટલા પાટીદાર દાતાઓનું વિશિષ્ટ રીતે બનાવેલ ઉમિયાજીની મૂર્તિ દ્વારા પાટીદાર શ્રેષ્ઠી, પાટીદાર ભામશા, પાટીદાર કર્ણ અને પાટીદાર ભગીરથ તેમજ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, ઉમિયાધામ ઉંઝા અને સિદસરના હોદેદારો દ્વારા અને 350 જેટલા દાતાઓનું સન્માન સતશ્રીના વરદ હસ્તે ખેસ પહેરાવી કરાયું હતું. સંસાર રામાયણ જ્ઞાનયજ્ઞમાં શિવ વિવાહ, રામ જન્મોત્સવ,શ્રવણ યાત્રા, સીતારામ વિવાહ, કેવટ પ્રસંગ,ભરત મિલાપ,શબરી પ્રસંગ, રામેશ્વર પૂજન, રામ રાજ્યાભિષેક વગેરે પ્રસંગો ખુબજ ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવ્યા હતા.સમસ્ત મોરબી પંથકના લોકોએ દદરરોજ હજારોની સંખ્યામાં કથા સ્થળે પધારી કથા શ્રવણનો લાભ લીધો હતો.




Latest News