ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ મોરબી નજીક માજી સરપંચના પતિ પાસેથી ૧૦ લાખની ઉઘરીણી કરવા માટે માર મારનારા બે સામે ફરીયાદ મોરબીની પાંજરાપોળમાં બે મહિના સુધી પશુ ન લાવવા ધારાસભ્યની લોકોને અપીલ મોરબીમાં માલધારીઓના માલઢોર પકડવાનું મનપા બંધ કરે, વાડાઓ કાયદેસર કરી આપો: કલેક્ટરને કરી રજૂઆત એક રાષ્ટ્ર,એક ચૂંટણી: વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામની ચૂંટણીનો હારેલા મહિલા ઉમેદવારના પતિને ધમકીઓ આપતા ઝેરી દવા ગટગટાવી


SHARE

















મોરબીના રવાપર ગામની ચૂંટણીનો હારેલા મહિલા ઉમેદવારના પતિને ધમકીઓ આપતા ઝેરી દવા ગટગટાવી

મોરબીના રવાપર ગામે ક્રિષ્ના સ્કૂલ આગળ રહેતા વૃદ્ધના પત્ની ગત રવાપર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વોર્ડ નંબર ૧૨ ના સભ્ય તરીકે ચૂંટણી લડયા હતા જે બાબતનો ખાર રાખીને વિજેતા ઉમેદવારના પતિ દ્વારા હારેલા મહિલા ઉમેદવારના પતિને “તું અમારી સામે ચૂંટણી લડયો હતો તને જાનથી મારી નાખવો છે” તેવી ધમકી આપી હતી અને અવાર નવાર આવી ધમકી તેના દ્વારા આપવામાં આવતી હતી જેથી વૃદ્ધે ઝેરી દવા પી લીધી હતી અને તેને સારવારમાં ખસેડાયા હતા અને હાલમાં સારવાર લીધા પછી વૃદ્ધે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી નજીક આવેલા રવાપર ગામે ક્રિષ્ના સ્કૂલ આગળ ધાયડી  વિસ્તાર તરીકે ઓળખાતા વિસ્તારમાં રહેતા ભરતભાઈ રાણાભાઈ બસીયા જાતે બોરીચા આહીર (૫૭)એ ભીખાભાઈ આપાભાઈ બારીયા રહે. રવાપર વાળાની સામે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે રવાપર ગામે હનુમાનજી મંદિર પાસેથી પસાર થતા હતા ત્યારે આરોપી કે જેના પત્નીની સામે ફરિયાદ ભરતભાઇના પત્ની ગત રવાપર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વોર્ડ નંબર ૧૨ ના સભ્ય તરીકે ચૂંટણી લડયા હતા જેમાં ફરિયાદીના પત્ની હારી ગયા હતા અને આરોપીના પત્ની સામે ચૂંટણી લડયા હતા તે બાબતનો ખાર રાખીને ત્રણ ચાર દિવસ પહેલા ભીખાભાઈએ ગાળો આપી હતી અને “તું અમારી સામે ચૂંટણી લડયો છો તને જાનથી મારી નાખવો છે” તેવી ધમકી આપી હતી અને અવારનવાર આવી ધમકી તે આપે છે જેથી વૃદ્ધને મનોમન લાગી આવતા આ ત્રાસથી કંટાળીને ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા હાલમાં મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ભીખાભાઈ સામે ભરતભાઇએ ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે કરેલ છે

પરણિતા સારવારમાં

મોરબીના લીલાપર ગામે રહેતા અને મૂળ મધ્યપ્રદેશના વતની હંસાબેન દિલીપભાઈ પરમાર પટેલ નામની ૨૫ વર્ષીય પરણીતાએ મોરબીના હરિઓમ કાંટાની પાસે ઘંઉમાં નાંખવાના ટીકડા ખાઇ લીધા હતા જેથી કરીને તેણીને સારવાર માટે સિવિલ હોસ્પિટલે લાવવામાં આવી હતી.બનાવ અંગે જાણ થતાં તાલુકા પોલીસ મથકના અજીતસિંહ પરમારે તપાસ હાથ ધરી હતી અને પોલીસ નિવેદનમાં હંસાબેને જણાવ્યું હતું કે, લગ્નના ઘણા સમય બાદ પણ સંતાન પ્રાપ્તિ થયેલી ન હોય તે વાતનું મનમાં લાગી આવતાં તેમણે ઉપરોક્ત પગલું ભર્યું હતું. જ્યારે મોરબીના જેતપર રોડ ઉપર બેલા ગામ પાસે આવેલ સીસમ ગ્રેનીટો નામના યુનિટના લેબર કવાટરમાં રહીને મજૂરીકામ કરતા કુંવરબેન નરેશભાઈ ઠાકોર નામની ૨૮ વર્ષીય મહિલાએ કોઈ કારણોસર એસિડ પી લીધું હતું જેથી કરીને તેણીને શહેરના સામાકાંઠે આવેલ સમર્પણ હોસ્પિટલે સારવાર માટે લઇ જવાઇ હતી.બનાવ અંગે જાણ થતાં હાલમાં તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયાએ આગળની તપાસ હાથ ધરી છે.




Latest News