મોરબીના રવાપર ગામની ચૂંટણીનો હારેલા મહિલા ઉમેદવારના પતિને ધમકીઓ આપતા ઝેરી દવા ગટગટાવી
વાંકાનેરના મીલ પ્લોટ વિસ્તારમાં સામે જોવા બાબતે યુવાનને પિતા-પુત્રએ બેટ-પાઇપ વડે માર માર્યો
SHARE









વાંકાનેરના મીલ પ્લોટ વિસ્તારમાં સામે જોવા બાબતે યુવાનને પિતા-પુત્રએ બેટ-પાઇપ વડે માર માર્યો
વાંકાનેરના મીલ પ્લોટ વિસ્તારમાં સામે જોવા બાબતનો ખાર રાખીને પિતા પુત્ર દ્વારા લાકડાના બેટ અને લોખંડના પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો અને યુવાનને માથામાં તેમજ મોઢા ઉપર આડેધડ મારવામાં આવ્યો હતો જેથી કરીને ઇજા પામેલા યુવાનને સારવારમાં ખસેડાયો હતો અને હાલમાં ભોગ બનેલા યુવાન દ્વારા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે પિતા પુત્રની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેરના મીલ પ્લોટ વિસ્તારમાં ડબલચાલીમાં રહેતા કુમારભાઈ નવીનભાઇ ઉઘરેજા જાતે કોળી (૨૦) એ ક્રિષ્નાભાઈ શાંતિભાઈ પટેલ અને શાંતિભાઈ પટેલ રહે. મિલપ્લોટ વાળાની સામે ફરિયાદ નોંધાવે છે જેમાં તેમણે જણાવ્યું છે કે તેના મિત્ર મનજીભાઈએ ક્રિષ્ના પટેલની સામે જોયું હતું જે બાબતનો ખાર રાખીને પિતા પુત્રએ લાકડાના બેટ અને લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો અને ત્યારે ફરિયાદી યુવાનને મોઢા અને માથાના ભાગે ઇજા થયેલ હતી જેથી ઇજા પામેલા કુમારભાઈને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને તેને સારવાર લીધા બાદ ક્રિષ્નાભાઈ અને શાંતિભાઈની સામે વાકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને માટે તજવીજ શરૂ કરી છે
ગળેફાંસો ખાઈ લેતા સારવારમાં
મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના છતર ગામે રહેતા કિરણભાઈ અમૃતભાઈ રાઠોડ નામનો ૪૨ વર્ષીય યુવાને કોઈ કારણોસર તા.૧-૬ ના રાત્રી દરમિયાન કોઇ અગમ્ય કરણોસર ગળેફાંસો ખાઈ ગયો હતો જેથી કરીને તેને બેભાન બાલતમાં સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.જ્યારે મૂળ ઉત્તરપ્રદેશના મધવાપુરનો વતની રોશનસિંહ રવિન્દ્રસિંહ નામનો ૩૦ વર્ષીય યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે રસ્તામાં ભડીયાદ ગામ પાસે તે બાઇકમાંથી પડી જતાં ઇજાઓ થવાથી તેને સારવાર માટે દવાખાને લઇ જવામાં આવ્યો હતો.તેમજ મોરબીના સિપાઇવાસ વિસ્તારમાં રહેતા સિકંદરભાઈ આમદભાઈ આગરીયા નામના ૫૫ વર્ષીય આધેડ માળીયા હાઈવે ઉપરથી એકટીવા લઈને જતા હતા ત્યારે રસ્તામાં કેડા સિરામિક નજીક તેઓનું એકટીવા સ્લીપ થઇ જતા પગના ભાગે ઇજાઓ થવાથી તેઓને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા
