વાંકાનેરના મીલ પ્લોટ વિસ્તારમાં સામે જોવા બાબતે યુવાનને પિતા-પુત્રએ બેટ-પાઇપ વડે માર માર્યો
મોરબીમાં ડ્રો ના એક વર્ષ પછી પણ કવાર્ટર તૈયાર ન થતાં મુખ્યમંત્રી આવાસ યોજનાના કોન્ટ્રાકટરનો કોન્ટ્રાક્ટ રદ્દ: ૩.૮૪ કરોડ રિકવર કરવા નોટિસ
SHARE









મોરબીમાં ડ્રો ના એક વર્ષ પછી પણ કવાર્ટર તૈયાર ન થતાં મુખ્યમંત્રી આવાસ યોજનાના કોન્ટ્રાકટરનો કોન્ટ્રાક્ટ રદ્દ: ૩.૮૪ કરોડ રિકવર કરવા નોટિસ
મોરબીમાં મુખ્યમંત્રી આવાસ યોજનાના ૧૦૦૮ ક્વાર્ટર મંજુર કરવામાં આવ્યા હતા જે પૈકીના ૬૦૮ ક્વાર્ટરનું મોરબીના શનાળા બાયપાસ રોડ ઉપર બાંધકામ કરવામાં આવ્યું છે અને પાલિકાના ટાઉનહોલ ખાતે માર્ચ ૨૦૨૧ માં ઓનલાઈન ડ્રો કરવામાં આવ્યો હતો અને લાભાર્થીને તેના ક્વાર્ટરની ચાવી માત્ર ફોટો સેશસન પૂરતી આપવામાં આવી હતી જો કે, ડ્રો કરવામાં આવ્યો તેને એક વર્ષ કરતાં વધુ સમય પછી પણ કામ પૂરું કરવામાં આવ્યું ન હતું જેથી કરીને મુખ્યમંત્રી આવાસ યોજનાના કોન્ટ્રાકટરને બે મહિના પહેલા પાલિકામાંથી નોટિસ આપવામાં આવી હતી અને હાલમાં ચીફ ઓફિસરે લાલા આંખ કરીને કોન્ટ્રાકટરનો કોન્ટ્રાક્ટ રદ કરી નાખેલ છે અને ૩.૮૪ કરોડ રિકવર કરવા માટે નોટિસ ફટકારી છે
મોરબીમાં ૩૩ કરોડથી વધુના ખર્ચે મુખ્યમંત્રી આવસ યોજનાના ૧૦૦૮ મકાન બનાવવાની કામગીરી અમદાવાદની ક્રિષ્ના કન્સ્ટ્રકશન કંપનીને વર્ષ ૨૦૧૩ના ડીસેમ્બર મહિનાથી સોપવામાં આવી હતી અને માત્ર એક જ વર્ષમાં આ તમામ કવાર્ટર તૈયાર કરી દેવાના હતા જેનો વર્ક ઓર્ડરમાં પણ ઉલેખ કરવામાં આવ્યો હતો જો કે, આ ૧૦૦૮ પૈકીના માત્ર ૪૦૦ કવાર્ટર લીલાપર રોડ ઉપર સર્વે નંબર ૧૧૧૬માં બનાવવામાં આવ્યા હતા જેનો અગાઉ ડ્રો કરવામાં આવ્યો હતો અને મોરબીના બાયપાસ ઉપર સર્વે નંબર ૧૪૧૫માં મુખ્યમંત્રી આવસ યોજનાના કુલ મળીને ૬૦૮ કવાર્ટર બનાવવામાં આવેલ છે તે ૬૦૮ ક્વાર્ટરનો માર્ચ ૨૦૨૧ માં ડ્રો કરવામાં આવ્યો હતો જો કે, હજુ સુધી મકાનના કામ પૂરા થાય ન હતા જેથી કરીને બે મહિના પહેલા પાલિકાના ચીફ ઓફિસર દ્વારા કોન્ટ્રાકટરને નોટિસ આપવામાં આવી હતી અત્રે ઉલેખનીય છે કે, ૧૦૦૮ કવાર્ટર બનાવવા માટે ૩૦.૬૧ કરોડના કામનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું જો કે, ૧૧.૫૦ ટકા કરતા વધારે ઉચું ટેન્ડર પાસ થયું હોવાથી આ કવાર્ટર ૩૩ કરોડથી વધુના ખર્ચે આ કવાર્ટર બનાવવામાં આવેલ છે જો કે, એક વર્ષમાં જે મકાન બનાવી દેવાના હતા તે સાત વર્ષ પછી પણ કોન્ટ્રાકટર દ્વારા બનાવીને આપવામાં આવેલ નથી
મોરબી શહેરના પછાત વિસ્તારોમાં રહેતા અને ઘર વિહોણા ગરીબ પરિવારોનું ઘરના ઘરનું સપનું સાકર કરવા માટે સરકાર વર્ષો પહેલા પાલિકાને ગ્રાન્ટ આપી દીધી હતી જો કે, પાલિકાના અધિકારી અને પદાધિકારીની બેદરકારીના લીધે કોન્ટ્રાકટર દ્વારા મકાનનું કામ સમયસર પૂરું કરવામાં આવ્યું નથી તે હક્કિત છે મોરબીના શનાળા રોડ બાયપાસ પાસે સર્વે નંબર ૧૪૧૫માં મુખ્યમંત્રી આવસ યોજનાના કુલ મળીને ૬૦૮ કવાર્ટર બનાવવામાં આવેલ છે તેમાંથી એક પણ મકાનમાં કોઈ લાભાર્થી આજ સુધી આપી શકાયું નથી કેમ કે, કોન્ટ્રાકટર દ્વારા તેની કામગીરી પૂરી કરવામાં આવેલ નથી જેથી પાલિકાના ચિઓફ ઓફિસર દ્વારા હાલમાં અમદાવાદની ક્રિષ્ના કન્સ્ટ્રકશન કંપનીની બેદરકારીને ધ્યાને લઈને ચીફ ઓફિસર દ્વારા કોન્ટ્રાક્ટરનો કોન્ટ્રાકટ રદ્દ કરવામાં આવેલ છે અને તેમજ આવાસમાં બાકી રહેલા કામના રૂપિયા ૪.૮૨ કરોડ લેવાના થાય છે માટે હાલમાં ડિપોઝિટના ૯૭ લાખ જપ્ત કરી લેવામાં આવી છે અને બાકીના ૩.૮૨ કરોડ રૂપિયા ૧૫ દિવસમાં ભરી આપવા માટે પાલિકાએ નોટિસ આપી છે
