મોરબી અને વાંકાનેરમાં દારૂની ત્રણ રેડ: દારૂની ૮૫ બોટલ-૩૯ બિયરના ટીન સાથે ચાર આરોપી ઝડપાયા
SHARE









મોરબી અને વાંકાનેરમાં દારૂની ત્રણ રેડ: દારૂની ૮૫ બોટલ-૩૯ બિયરના ટીન સાથે ચાર આરોપી ઝડપાયા
મોરબી અને વાંકાનેરમાં જુદીજુદી દારૂની ત્રણ રેડ કરવામાં આવી હતી જેમાં પોલીસે કુલ મળીને દારૂની નાની મોટી ૮૩ બોટલો અને ૩૯ બિયરના ટીન કબજે કર્યા હતા અને આરોપીની ધરપકડ કરીને દારૂ અને બિયરનો જથ્થો કોની પાસેથી લઈને આવ્યા હતા તે દિશામાં તપાસ શરૂ કરી હતી
મોરબીના લાતી પ્લોટ શેરી નંબર-૭ મા આવેલ દુકાનમાં પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુદી-જુદી બ્રાન્ડની દારૂની ૪૬ બોટલ મળી આવી હતી તેમજ ૨૪ બીયરના ટીન મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે સ્થળ ઉપરથી ૧૭૬૨૫ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી સુનિલભાઈ મહેન્દ્ર ભાઈ દેવાણી જાતે બારોટ (૨૭) રહે માધાપર શેરી નંબર ૧૨ અને રાજેશભાઈ છગનભાઈ વિડ્જા પટેલ (૩૯) રહે, પંચાસર રોડ શિવમ પાર્ક મૂળ રહે. ઘાટીલા વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી દારૂ બિયરનો જથ્થો મળી આવ્યો તે ક્યાંથી આવ્યો હતો તે દિશામાં પોલીસ દ્વારા હાલમાં ચાલુ કરવામાં આવી છે
૩૦ ચપલા
વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ અમરધામ પાસે સોલીજો સિરામિકના અંદર આવેલ કેન્ટિંગમાં વાંકાનેરની ગુલશન સોસાયટીમાં રહેતા ઇદ્રીશભાઇ રહીમભાઇ પરાસરા જાતે મોમીન (૪૦) પાસે દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂના ૩૦ ચપલા મળી આવ્યા હતા જેથી પોલીસે ત્રણ હજાર રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવી હતી
દારૂ-બીયર ઝડપાયો
મોરબી-માળિયા હાઇવે ઉપર આવેલા લક્ષ્મીનગર ગામ પાસે રાધેશ્યામ પ્લાઝા નજીક દારૂ બિયરનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેથી કરીને મોરબી તાલુકા પોલીસે દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની જુદી-જુદી બ્રાન્ડની ૯ બોટલો તેમજ બિયરના ૧૫ ટીન મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૬૫૮૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ભગીરથભાઈ રામભાઈ ડાંગર (ઉંમર ૩૩) રહે. હાલ લક્ષ્મીનગર ગામની સીમ બાલાજી હોટલ કંડલા હાઈવે રાજસ્થાન વાળાની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
દેશી દારૂની ભઠ્ઠી પકડાઈ
મોરબી જિલ્લામાં ટીંબડીથી વઘાસીયા ટોલનાકા સુધીના હાઈવે ઉપરના કારખાના વિસ્તારોમાં તેમજ ગ્રામ્ય પંથકોમાં છૂટથી દેશી દારૂ માંગો તેટલો મળી જાય છે. દરમિયાનમાં પોલીસ દ્વારા સમયાંતરે પાશેરામાં પૂણી જેટલી કામગીરી કરીને રેડની કામગીરી કરવામાં આવતી હોય છે.જે મુજબ મોરબી તાલુકા પોલીસ દ્વારા નવાસાદુરકા ગામે ભારતીબેન કોળીના ઘરે રેડ કરવામાં આવી હતી.ત્યાં રાજેશ મેરૂ સેલાણીયા કોળી (૨૮) રહે.ભાગ્યલક્ષ્મી સોસાયટી ઉમા ટાઉનશીપ પાસે મોરબી-૨ તેમજ ભારતીબેન ગોરધન સારોલા કોળી રહે. નવાસાદુરકા તા.મોરબી વાળા ગેશી દારૂની ભઠ્ઠી ચલાવતા મળી આવતા બંનેની સામે ગુનો નોંધાયો હતો.નવાસાદુરકા ગામે ભારતીબેનના મકાનમાં રેડ કરવામાં આવતા ત્યાં દેશી દારૂની ભઠ્ઠી ધમધમતી હોય ૫ લીટર દેશી દારૂ તેમજ દેશીદારૂ બનાવવાનો ૧૦૦ લીટર આથો તેમજ પીપળુ, બેરલ, ચુલો સહિત ભઠ્ઠીના સાધનો એમ દારૂ તથા ભઠ્ઠીના સાધનો સહિત કુલ ૧૧૦૦ ની મતા જપ્ત કરીને રાજેશ કોળી અને ભારતીબેન કોળી સામે દારૂ અંગે ગુનો નોંધાયો હતો.જ્યારે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે સામાકાંઠે મહારાણા સર્કલની પાસેથી રિક્ષા લઈને નીકળેલા મોહસીન રફીક ભટ્ટી (૩૦) રહે.વીશીપરા પ્રકાશ નળીયાના કારખાના પાસે વાળાને અટકાવ્યો હતો અને રિક્ષાની ઝડતી લેવામાં આવતા નવ લીટર દેશી દારૂ મળી આવતા દારૂ તથા રૂપિયા ૫૦ હજારની રિક્ષા જપ્ત કરીને મોહસીન ભટ્ટી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી.
