રોક શકો તો રોકલો : હળવદમાં વધુ બે મકાનોને નિશાન બનાવતા તસ્કરો : રોકડા 1.80 લાખની ચોરી
વાંકાનેરમાં ઝેરી જનાવરે દંશ દેતા 18 દિવસના ચંદનનું સારવારમાં મોત
SHARE









વાંકાનેરમાં ઝેરી જનાવરે દંશ દેતા 18 દિવસના ચંદનનું સારવારમાં મોત
લિંબાળા ગામની સીમમાં પરપ્રાંતીય દંપતી સવારે ખેતી કામ કરતા હતા ત્યારે ઓરડીમાં ચડી આવેલા સાપે બાળકને દંશ દીધો હતો: પરીવારમાં શોક
વાંકાનેરના લિંબાળા ગામે વાડીએ સવારના ઓરડીમાં સુઇ રહેલા 18 દીવસના ચંદનને ઝેરી સાપે દંશ દેેતા સારવારમાં રાજકોટ સિવીલે ખસેડાયો હતો. જયાં ટુંકી સારવારમાં મોત થતા પરીવારમાં શોક છવાયો હતો. બનાવની વિગત અનુસાર વાંકાનેરના લીંબાળા ગામની સીમ વિસ્તારમાં હુશેનભાઇ નામના ખેડૂતની વાડીમાં રહીને મજુરી કામ કરતા પરપ્રાંતીય અમીત જાલમ ઓટ તેની પત્ની અને 18 દીવસનો પુત્ર ચંદન સાથે રહેતા હતા.
ગત સવારના અમીત અને તેની પત્ની વાડીમાં કામ કરતા હતા ત્યારે તેનો પુત્ર ચંદન ઘોડીયામાં સુઇ રહયો હતો. ત્યારે વાડી માંથી ચડી આવેલા ઝેરી સાપે બાળકને દંશ આપ્યો હતો. બાદમાં માતા પિતાને બનાવ અં ગે જાણ થતા પ્રથમ વાંકાનેર અને બાદમાં સારવાર માટે રાજકોટ સીવીલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જયાં ટુંકી સારવાર દરમિયાન ચંદનનું મોત થતા પરીવાર પર આભ તુટી પડયુ હતું. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે વાંકાનેર પોલીસને જાણ કરી હતી.
