જામનગર ખાતે યોજાયેલ સેમિનારમાં મોરબીના ડો. મનીષ સનારીયાએ ભાગ લીધો
વાંકાનેર રેલવે સ્ટેશન નજીકથી ૧૦ બોટલ દારૂ સાથે એક પકડાયો
SHARE









વાંકાનેર રેલવે સ્ટેશન નજીકથી ૧૦ બોટલ દારૂ સાથે એક પકડાયો
(શાહરૂખ ચૌહાણ દ્વારા) વાંકાનેર રેલવે સ્ટેશન પાસેથી એક યુવાન પસાર થઈ રહ્યો હતો જેને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની ૧૦ બોટલ મળી આવી હતી જેથી પોલીસે ૩૦૦૦ ના દારૂ સાથે તેની ધરપકડ કરી હતી અને દારૂની બોટલ કયાથી આવી તે દિશામાં તપાસ શરૂ કરી હતી
જાણવા મળતી અહીથી મુજબ વાંકાનેર સિટીમાં પોલીસ પેટ્રોલિંગ હતી ત્યારે હીરાભાઈ મઠીયા તથા જનકભાઈ ચાવડાને બાતમી મળી હતી જેના આધારે રેલ્વે સ્ટેશન પાસેથી પસાર થતાં યુવાનને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેના થેલામાંથી વિદેશી દારૂની ૧૦ બોટલ મળી આવી હતી જેથી પોલીસે ૩૦૦૦ ના દારૂ સાથે પીન્ટુ ગંગારામ પાલ રહે. હાલ માટેલ રોડ અરમાનો સીરામીક મૂળ એમપી વાળાને પકડી લીધેલ હતો આ કામગીરી હીરાભાઈ મઠીયા, હરપાલસિંહ પરમાર, દિવ્યરાજસિંહ ઝાલા, મુકેશભાઈ વાસાણી, જનકભાઈ ચાવડા, કૃષ્ણ ઝાલા, અજીતભાઈ સોલંકી અને પ્રતિપાલસિંહ વાળાએ કરી હતી
