મોરબીમાં સાર્થક વિદ્યામંદિરનું ધો. ૧૦ નું ૯૧ ટકા અને પ્રગતિ કલાસિસનું ૧૦૦ ટકા પરિણામ
SHARE









મોરબીમાં સાર્થક વિદ્યામંદિરનું ધો. ૧૦ નું ૯૧ ટકા અને પ્રગતિ કલાસિસનું ૧૦૦ ટકા પરિણામ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ દ્વારા ધો. ૧૦ નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે તેમાં મોરબીના સામાકાંઠે આવેલ સાર્થક વિદ્યામંદિરનું ઝળહળતું પરિણામ આવ્યું છે અને આ વર્ષે શાળાનું ૯૧ ટકા પરિણામ આવ્યું છે અને ૭ વિદ્યાર્થીઓ એ વન ગ્રેડ મેળવેલ છે
મોરબી આવેલ સાર્થક વિદ્યામંદિર શાળાનું ધો. ૧૦ નું પરિણામ ૯૧ ટકા આવ્યું છે અને ૭ વિદ્યાર્થીઓ એ વન ગ્રેડ મેળવેલ છે જેમાં વાડેવડીયા પાર્થ બુટાભાઈ, ભંખોડીયા ઉદય દિલીપભાઈ, ધામેચા તનિષ્કા બળદેવભાઈ, કાથરાણી શ્રુતિ રાહુલભાઈ, ઘરસંડિયા વિશ્વા પરેશભાઈ, કાથરાણી ક્રિષા વિશાલભાઈ અને ચારણ કૌશિક શામળાભાઈનો સમાવેશ થાય છે જેથી બોર્ડની પરિક્ષાને સફળતા પૂર્વક પાર કરનારા તમામ વિદ્યાર્થીઓને સાર્થક શાળાના સંચાલક કિશોરભાઈ શુક્લ અને તમામ સ્ટાફે અભિનંદન પાઠવ્યા હતા
પ્રગતિ કલાસિસ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ દ્વારા ધો.૧૦ નુ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં મોરબીના નગરપ્લોટ વીસી હાઈસ્સ્કુલ પાસે આવેલ પ્રગતિ કલાસિસનું ધો.૧૨ કોમર્સનું ૧૦૦ ટકા પરિણામ આવેલ છે અને તેમાં કલાસિસમાં પ્રથમ ક્રમે ૯૯.૬૯ પીઆર સાથે ગાંધી મૈત્રી, બીજા ક્રમે ૯૯.૪૪ પીઆર સાથે સાપરિયા ઈશા અને ત્રીજા ક્રમે ૯૯.૩૩ પીઆર સાથે હેડાઉ મહેક પાસ થયેલ છે અત્રે ઉલેખનીય છે કે, કલાસિસના ગાંધી મૈત્રી, સાપરિયા ઈશા, હેડાઉ મહેક અને રાજપરા ખુશીએ આંકડાશાસ્ત્રમાં ૧૦૦ માંથી ૧૦૦ ગુણ મેળવેલ છે જયારે ગાંધી મૈત્રીએ એકાઉન્ટમાં ૧૦૦ માંથી ૯૯ માર્ક મેળવેલ છે જેથી સંસ્થાના સંચાલક પ્રમોદસિંહ રાણા સહિતના સ્ટાફે તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવાયા હતા
