મોરબીમાં સાર્થક વિદ્યામંદિરનું ધો. ૧૦ નું ૯૧ ટકા અને પ્રગતિ કલાસિસનું ૧૦૦ ટકા પરિણામ
વાંકાનેર નજીક કોલસાના કારખાનામાંથી ગુમ થયેલ બાળકનું કોલસામા દટાઈ જતાં મોત નીપજયું હોવાનું ખૂલ્યું
SHARE









વાંકાનેર નજીક કોલસાના કારખાનામાંથી ગુમ થયેલ બાળકનું કોલસામા દટાઈ જતાં મોત નીપજયું હોવાનું ખૂલ્યું
વાંકાનેર તાલુકામાં આવેલા રાતાવીરડા ગામે કોલસાના કારખાનામાં રહીને મજૂરીકામ કરતા મુળ મધ્યપ્રદેશના ભીલ પરિવારના બાળક ગુમ થયું હતું જેથી બાળકના પિતાએ ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી જો કે, કોલસા નીચે દટાઈ જવાથી બાળકનું મોત થયું હોવાનું હાલમાં સામે આવેલ છે જેથી પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે
વાંકાનેરના રાતાવિડા ગામે આવેલ શ્યામ કોલ નામના કોલસાના કારખાનામાં રહીને મજૂરીકામ કરતાં અને મુળ લીંબ્બી તાલુકો મનાવર જીલ્લો ધાર મધ્યપ્રદેશના વતની પવનભાઈ કૈલાશભાઈ નીંગવાલે જાતે ભીલ નામના ૨૮ વર્ષીય યુવાને પોલીસ સ્ટેશને તેનો સાડા પાંચ વર્ષીય પુત્ર રીતિક ગત તા.૩ ના બપોરના એકાદ વાગ્યાથી ગુમ થઈ ગયો હતો જેની પોલીસને જાણ કરવામાં આવી હતી. અને પવનભાઈ ભીલની ફરિયાદ ઉપરથી તેના દીકરાને શોધવા માટે કવાયત કરવામાં આવી રહી હતી તેવામાં રીતિકનું અપહરણ નહીં પરંતુ મોત નીપજયું હોવાનુ સામે આવ્યું છે જેથી પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે હાલમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કારખાનામાં કોલસા નીચે દટાઈ જવાથી બાળકનું મોત થયું હોવાનું હાલમાં સામે આવેલ છે
