સોડા બોટલની આડમાં દારૂની હેરફેરી !: વાંકાનેર બાઉન્ટ્રી નજીકથી 4,896 બોટલ દારૂ-11,436 બીયર ભરેલ ટ્રક સાથે બે શખ્સ પકડાયા મોરબી તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપીના રેગ્યુલર જામીન મંજૂર કોમી એકતા: માળિયા (મી)ના સરવડ ગામે ન્યાજે હુસેન સબીલનું આયોજન મોરબી જિલ્લા સેવા સદન ખાતે સાંસદ કેસરીદેવસિંહ ઝાલાનું જનસંપર્ક કાર્યાલય શરૂ કરાયું મોરબી શહેરી અને તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ 23 જુલાઈએ યોજાશે મોરબીમાં ત્રણ દિવસની ટ્રાફિક ડ્રાઇવમાં 105 સ્કૂલ વાહનને દંડ, 14 સ્કૂલ વાહન ડિટેઇન વાંકાનેરમાં મહોરમના તહેવાર અન્વયે ત્રણ દિવસ માટે વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષની ઉજવણી અન્વયે વાંકાનેરના ચંદ્રપુર ખાતે સેમીનાર યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેર પાલિકાની વહીવટી અને નાણાકીય પરિસ્થિતી લઈને પ્રમુખ-ઉપપ્રમુખને સરકારે ફટકારી કારણ દર્શક નોટિસ


SHARE

















વાંકાનેર પાલિકાની વહીવટી અને નાણાકીય પરિસ્થિતી લઈને પ્રમુખ-ઉપપ્રમુખને સરકારે ફટકારી કારણ દર્શક નોટિસ

(શાહરૂખ ચૌહાણ દ્વારા) વાંકાનેર નગરપાલિકામાં છેલ્લે યોજાયેલી ચૂંટણી બાદ વાંકાનેર નગરપાલિકા મોરબી જિલ્લામાં ચર્ચાનો વિષય બની ગયેલ છે દરમિયાન થોડા સમય પહેલા વહીવટી અને નાણાકીય બાબતોને લઈને ચર્ચાના એરણે ઉપર વાંકાનેર નગરપાલિકા આવી હતી તેમાં હાલમાં ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા વાંકાનેર નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે અને વહીવટી અને નાણાકીય પરિસ્થિતિ બાબતે જે નોટિસ ફટકારવામાં આવી છે અને પાલિકા તરફથી લેખિત ખુલાસો જનરલ બોર્ડના ઠરાવ સ્વરૂપે કરવામાં નહીં આવે તો પાલિકા દ્વારા કશું કહેવાનું થતું નથી તેમ સમજીને સરકાર દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે તેવું જાણવા મળેલ છે

વાંકાનેર નગરપાલિકામાં ભાજપ બહુમતી સાથે ચૂંટાયો હતો તેમ છતાં પણ ભાજપના આંતરિક વિવાદ અને વિખવાદના કારણે જે તે સમયે ભાજપમાં બળવો થયો હતો અને ભાજપના જ ચૂંટાયેલા સભ્યો ભાજપની સામે બળવો કરીને પ્રમુખ અને ઉપપ્રમુખ પદ ઉપર આવ્યા હતા અને ત્યારથી જ વાંકાનેર નગરપાલિકા મોરબી જિલ્લાની અંદર ચર્ચાનો વિષય બની ગઈ હતી અને રાજકીય રીતે નવાજૂનીના એંધાણ થવાની વાતો છેલ્લા ઘણા સમયથી કરવામાં આવી હતી દરમિયાન હાલમાં સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા વાંકાનેર નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવેલ છે

સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર નગરપાલિકા ગુજરાત નગરપાલિકા અધિનિયમ ૧૯૬૩ ફરજો બજાવવામાં નિષ્ફળ ગયેલ હોય વાંકાનેર નગરપાલિકાને ગુજરાત નગરપાલિકા અધિનિયમ ૧૯૬૩ ની કલમ ૨૬૩ (૧) હેઠળ કારણદર્શક નોટિસ ફટકારવામાં આવે છે અને વાંકાનેર નગરપાલિકાના જનરલ બોર્ડ સમક્ષ તુર્તજ આ નોટિસ રજુ કરી વાંકાનેર નગરપાલિકાએ નોટિસ સંદર્ભે જે કાંઈ રજૂઆત કરવાની હોય તેનો લેખિત ખુલાસો જનરલ બોર્ડના ઠરાવ સ્વરૂપે કરવાનો રહેશે તેવું જણાવવામાં આવેલ છે

જો વાંકાનેર નગરપાલિકાના વર્તમાન પદાધિકારીઓ દ્વારા કોઈ જવાબ કે ખુલાસો આપવામાં નહી આવે તો નગરપાલિકા દ્વારા કશું કહેવાનું થતું નથી તેમ સમજીને સરકાર દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે તેવી પણ લેખિત નોટીસમાં નોંધ કરવામાં આવેલ છે અને વાંકાનેર નગરપાલિકામાં વહીવટી અને નાણાકીય બાબતને લઈને થોડા સમય પહેલાં પણ ઘણા પ્રશ્નો ઉભા થયા હતા અને ત્યાર બાદ હાલમાં વહીવટી અને નાણાકીય પરિસ્થિતિ બાબતને લઈને ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખને નોટિસ ફટકારવામાં આવે છે જેથી આગામી દિવસોમાં આ મુદ્દાને લઇને કોઇ નવાજુની થાય તો નવાઈ નથી




Latest News