મોરબીમાં મચ્છુ-૩ પાસે પુલ ઉપર કારમાં આગ લગતા આર્ટિગા સળગી ગઈ
SHARE









મોરબીમાં મચ્છુ-૩ પાસે પુલ ઉપર કારમાં આગ લગતા આર્ટિગા સળગી ગઈ
મોરબીમાં મચ્છુ-૩ પાસે પુલ ઉપરથી રાત્રિના સમયે ટ્રાફિક પસાર થઈ રહયો હતો ત્યારે આ પુલ ઉપરથી પસાર થતી અર્ટિગા કારમાં અચાનક શોર્ટ સર્કિટના લીધે આગ લાગી હતી અને આખી કાર સળગી ઉઠી હતી. જેના કારણે રાજકોટ કચ્છ તરફ જવાના રસ્તા ઉપર ટ્રાફિક જામ સર્જાયો હતો. આ બનાવમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી જો કે, જિગ્નેશભાઈ બાબુભાઇ પટેલ (૩૯) રહે. એ-૬ યામિની પાર્ક, અંબિકા નગર ઓઢવ અમદાવાદ વાળાએ મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી કે, મચ્છુ-૩ પાસે પુલ ઉપર તેની કાર નંબર જીજે ૧ ડબલ્યુબી ૯૫૫૨ માં નીચેના ભાગે આગ લાગી હતી અને આ આગમાં કાર બળીને ખાખ થઈ ગયેલ છે અને કારમાં રહેલ ડોક્યુમેનટ, કારની સર્વિસ બુક સહિતના જરૂરી ડોક્યુમેનટ બળીને ખાખ થઈ ગયા છે
