મોરબીમાં મચ્છુ-૩ પાસે પુલ ઉપર કારમાં આગ લગતા આર્ટિગા સળગી ગઈ
મોરબીમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ કથડતા કાલે ગૃહમંત્રી હર્ષ સંઘવીના ધામા
SHARE









મોરબીમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ કથડતા કાલે ગૃહમંત્રી હર્ષ સંઘવીના ધામા
મોરબી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ચોરી, ચોરીનો પ્રયાસ, લૂંટ, લૂંટનો પ્રયાસ, મારામારી, જીવલેણ મારામારી સહિતના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે ત્યારે કાલે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ગૃહમંત્રીની હાજરીમાં સમિક્ષા બેઠક રાખવામા આવી છે
મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં જાણે કે તસ્કરો નાઈટ પેટ્રોલીંગ કરી રહ્યા હોય તેવો ઘાટ જોવા મળી રહયો છે ત્યારે પોલીસના અસ્તિત્વની સામે જ સવાલો ઉઠી રહયા છે જેથી કરીને કથળેલી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે મોરબી માળીયાના ધારાસભ્ય અને રાજયમંત્રી બ્રિજેશ મેરજાએ ગૃહમંત્રી હર્ષ સંઘવીને રજુઆત કરી હતી જેથી કરીને ગૃહમંત્રી હર્ષ સંઘવી (harsh sanghvi) કાલે મોરબી આવી રહયા છે અને કાલે સવારે ૧૦ વાગ્યે ઉચ્ચ અધિકારીઓ સાથે કાયદો અને વ્યવસ્થા સંદર્ભે સમિક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે
