પાકિસ્તાન છોડીને મોરબી આવતા બ્રહ્મ સમાજના ૪૨ સભ્યોની છ મહિના સુધી તમામ વ્યવસ્થા કરશે પરશુરામ ધામ
SHARE









પાકિસ્તાન છોડીને મોરબી આવતા બ્રહ્મ સમાજના ૪૨ સભ્યોની છ મહિના સુધી તમામ વ્યવસ્થા કરશે પરશુરામ ધામ
પાકિસ્તાન (pakistan)થી બ્રહ્મ સમાજના બે પરિવારોના કુલ ૪૨ સભ્યો પાકિસ્તાન છોડી ભારતમાં આવી રહ્યા છે અને મોરબીમાં સ્થાયી થવાના છે ત્યારે આ બંને પરિવારો પાકિસ્તાનની સાંપ્રત સ્થિતિના લીધે છેલ્લા પાંચ વર્ષથી પાકિસ્તાન છોડી ભારતમાં આવવા માટેની માંગણી કરેલ છે. ત્યારે આ બંને પરિવારના તમામ સભ્યોની ચ મહિના સુધીની જવાબદારી મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પરશુરામ ધામ મંદિરના સંચાલકો દ્વારા લેવામાં આવી છે
ભારત સરકારની નવી પોલિસી મુજબ મોરબીનો કોઈ બ્રાહ્મણ આ પરિવાર માટે ગેરેન્ટર બને તો જ પાકિસ્તાનથી ભારત આવવા અને વસવાટ કરવાની મંજૂરી આપવામાં આવે અને ભારતમાં નાગરિકત્વ મેળવી શકે છે જે માટે મોરબી બ્રહ્મ સમાજના કાર્યો માટે હર હંમેશ સદૈવ તત્પર રહેતા જે.પી. ગોર, કચ્છ જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજના પૂર્વ પ્રમુખનો આ પરિવારે સંપર્ક કર્યો હતો અને કચ્છ સૌરાષ્ટ્ર સમસ્ત બ્રહ્મ સમાજના પૂર્વ પ્રમુખ મોરબીમાં રહેતા અનિલભાઈ મહેતા તેમજ સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ ટ્રસ્ટના પ્રમુખ અને પરશુરામ ધામ મોરબીના પ્રમુખ ભુપતભાઈ પંડયાને આ વાત કરી હતી
જેથી કરીને પાકિસ્તાનથી ભારત આવી રહેલા બે પરિવારના તમામ સભ્યો માટે છ મહિના સુધી રહેવા તેમજ જમવા સહિતની સુવિધા કરી આપવાની ખાતરી આપેલ છે તેમજ તેઓના ધંધા રોજગાર પણ સેટ કરી આપવાની સંપૂર્ણ તૈયારી દર્શાવી છે આમ મોરબી બ્રહ્મ સમાજ દ્વારા કરવામાં આવેલ પહેલાને તમામે આવકારીઓ છે અને પાકિસ્તાનના બ્રહ્મ પરિવારોના પ્રતિનિધિ શાસ્ત્રી વિશાલ રાજગોર (રહે હાલ કપુરાશી તાલુકો લખપત)ને રૂબરૂ મળીને જે.પી. ગોર, ધીરેનભાઈ જોષી (ભુજ), મુકેશભાઈ રામદયા તથા ભૂજ મોરબીના બ્રહ્મ સમાજના યુવાનો સહિતનાએ કાયમી અતિથિઓ માટે તન, મન ધનથી કામ શરૂ કરી દીધું છે અને ગેરેન્ટર માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ આપી દીધા છે ત્યારે બ્રહ્મ સમાજ અને બ્રાહ્મણ પ્રત્યેનો પ્રેમથી ભીંજાયેલા વિશાલભાઈએ કહ્યું હતું કે, "આટલો ઉપકાર ઓછો નથી, રહેવા જમવાની વ્યવસ્થા જાતે જ કરીશું" એમ કહી બ્રહ્મ તેજનો પરિચય કરાવ્યો હતો આ તકે મુકેશભાઈ જોશી, જે.પી.ગોર, અનિલભાઈ મહેતા અને ભુપેન્દ્રભાઈ પંડયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા
