કોડીનારના જંત્રાખડી ગામની ઘટનામાં આરોપીને આકરી સજાની મોરબી સમસ્ત દશનામ ગોસ્વામી સમાજની માંગ
મોરબીની પીપળીયા ચોકડી પાસેથી પિસ્તોલ સાથે પકડાયેલા આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર
SHARE









મોરબીની પીપળીયા ચોકડી પાસેથી પિસ્તોલ સાથે પકડાયેલા આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર
મોરબીની પીપળીયા ચોકડી પાસેથી પસાર થતાં શખ્સને રોકીને એલસીબીની ટીમ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દેશી બનાવટની એક પિસ્તોલ મળી આવી હતી જેથી કરીને ૧૦,૦૦૦ રૂપિયાની કિંમતની પિસ્તોલ કબજે કરી પોલીસે હાલમાં એક આરોપીની ધરપકડ કરેલ છે અને વધુ બે શખ્સોના નામ સામે આવ્યા હોય તેને પકડવા માટે પોલીસ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે અને આ આરોપીને કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજૂ કરવામાં આવતા કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે
મોરબી જિલ્લા એલસીબી ટીમના રજનીભાઈ કૈલા અને સંજયભાઈ પટેલને મળેલ બાતમી આધારે મોરબીની પીપળીયા ચોકડી પાસે એલસીબીની ટીમ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી ત્યારે ત્યાંથી પસાર થતાં શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દેશી બનાવટની પિસ્તોલ મળી આવી હતી જેથી ૧૦ હજાર રૂપિયાનો કિંમતનું હથિયાર કબજે કરી ઇમરાન ઉર્ફે અબ્દુલ ભુરાભાઈ રાઉમા જાતે સંધિ (ઉંમર ૨૩) રહે લાકડીયા તાલુકો ભચાઉ વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી હનીફ જુસબ ભારમ જાતે સંધી રહે. લાકડીયા, નદીપાસે તાલુકો ભચાઉ અને સાગર ઉર્ફે છોટુ ગજરાજસીંગ તોમર જાતે રાજપૂત હાલ રહે. રાપર, મુળ ગોપીગામ એમપી વાળાના નામ સામે આવ્યો હોય તેને પકડવા પોલીસે તજવીજ શરૂ કરી છે અને હાલમાં પકડાયેલા આરોપીને કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજૂ કરવામાં આવતા કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે
