મોરબીના લાયન્સનગરમાં ગટરની ગંદકી બંધ કરવા રજૂઆત
SHARE









મોરબીના લાયન્સનગરમાં ગટરની ગંદકી બંધ કરવા રજૂઆત
મોરબીના બાયપાસ રોડે આવેલ લાયન્સનગરના મેઈન રોડે ગટરનું ગંદુ પાણી ફેલાઈ ગયું છે જેથી કરીને લોકોને આવવા જવામાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે જેથી સામાજિક કાર્યકર અબ્દુલભાઈ બુખારીએ ચીફ ઓફિસરને રજૂઆત કરીને આ ગંદકીનો બંધ કરવાની માંગ કરેલ છે. વધુમાં તેને જણાવ્યુ છે કે, ગંદકીમાંથી અતિશય દુર્ગંધ આવી રહી છે અને તેમાંથી લોકોને અવાર જવર કરવી પડે છે અને લોકોના આરોગ્યને પણ નુકશાન કરે છે જેથી વહેલી તકે ગટરના ગંદા પાણી બંધ કરવામાં આવે તે અનિવાર્ય છે
