મોરબી પાલિકાના ટકાવારીના ખેલ મુદે આકરા પગલાંના જિલ્લા ભાજપ પ્રમુખના સંકેત
મોરબીમાં લાયન્સ કલબ દ્વારા પર્યાવરણ પ્રોજેક્ટ અંતર્ગત વૃક્ષારોપણ કરાયું
SHARE









મોરબીમાં લાયન્સ કલબ દ્વારા પર્યાવરણ પ્રોજેક્ટ અંતર્ગત વૃક્ષારોપણ કરાયું
લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના મંત્રી કેશુભાઈ દેત્રોજા અને દાતા સભ્ય બીરેન્દ્રસિંહ રાઠોડનાં જન્મ દિવસે પર્યાવરણની જાગૃતિનો સમાજમાં એક ઉમદા સંદેશા માટે વૃક્ષા રોપણ કરી વૃક્ષોવાવો વરસાદ લાવો.. અને છોડમાં રણછોડના સૂત્રને સાર્થક કરવામાં આવ્યું હતુ અને લાયન્સ કલબ ઓફ મોરબી સિટી દ્વારા રાજપર( કું) ગામે બહુચર માતાજીના પટાંગણમાં અને રોડ રસ્તાની બાજુમાં લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ સૌરાષ્ટ્ર કચ્છનાં દ્રીતીય વાઈસ ગવર્નર રમેશભાઈ રૂપાલાનાં માર્ગદર્શનથી વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતુ. આ તકે લાયન્સ કલબ ઓફ મોરબી સિટીનાં પ્રેસિડેન્ટ ટી.સી.ફૂલતરિયા, સેક્રેટરી કેશુભાઈ દેત્રોજા, મનસુખભાઇ જાકાસનીયા, પ્રોજેક્ટ ચેરમેન મહાદેવભાઈ ચિખલિયા અને ગ્રામજનો તેમજ પર્યાવરણ પ્રેમી લોકો હાજર રહ્યા હતા.
