મોરબી જીલ્લામાં સજનપર, અમરાપર, વજેપરવાડી, શક્ત શનાળા અને રાજપરમાં પ્રવેશોત્સવ યોજાયો
મોરબી પાલિકાના ટકાવારીના ખેલ મુદે આકરા પગલાંના જિલ્લા ભાજપ પ્રમુખના સંકેત
SHARE









મોરબી પાલિકાના ટકાવારીના ખેલ મુદે આકરા પગલાંના જિલ્લા ભાજપ પ્રમુખના સંકેત
મોરબી નગરપાલિકામાં ભ્રષ્ટાચાર થતો હતો, થાય છે અને થવાનો જ છે તેવું ચર્ચાઇ રહયું છે ત્યારે મોરબી પાલિકાના પટાંગણમાં નગર પાલિકા પ્રમુખના પતિ અને પાલિકાના મહિલા ચેરમેનના પતિ વચ્ચે ટકાવારી બાબતે ચર્ચાઓ થઈ રહી હતી તેનો વિડીયો વાઇરલ થયો છે જેમાં લાલો પૈસા લઈ ગયો છે તેવી વાત પાલિકા પ્રમુખના પતિ કરી રહ્યા છે ત્યારે આ મુદે મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, પાલિકાના પદાધિકારીઓ અને સભ્યોની સાથે બેઠક કરીને સત્ય શું છે તે પહેલા જાણવામાં આવશે અને ત્યાર બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે
મોરબી પાલિકા સેવાનું મધ્યમ નહીં પરંતુ ભ્રષ્ટાચારનું ઘર બની ગયેલ છે તેવું કહીએ તો તેમાં શંકાને કોઈ સ્થાન નથી કેમ કે, અગાઉ કોંગ્રેસનું શાસન હતું ત્યારે ભાગ બટાઈ કરવામાં આવતી હતી અને હાલમાં પાલિકામાં ભાજપ સત્તા ઉપર છે ત્યારે પણ પાલિકામાં ખુલ્લેઆમ ટકાવારીની ચર્ચાઓ થઈ રહી છે થોડા દિવસો પહેલા મોરબી પાલિકાના પટાંગણમાં પાલિકાના મહિલા પ્રમુખના પતિ અને પાલિકા કમિટીના મહિલા ચેરમેનના પતિ વચ્ચે ટકાવારી બાબતે ચર્ચા થતી હોય તેવો વિડીયો વાઇરલ થયો છે જેમાં વિકાસના કામમાં ટકાવારી લેવામાં આવે છે તે વાતને સમર્થન મળી રહ્યું છે પરંતુ કયા કામમાં કેટલી ટકાવરી લેવામાં આવે છે તે અંગેની કોઈ સ્પષ્ટતા થતી નથી અને પાલિકાના મહિલા પ્રમુખના પતિ દ્વારા "લાલો" પૈસા લઈ ગયો છે તેવું કહેવામાં આવે છે જેથી કરીને આ મુદો હાલમાં મોરબી શહેર અને જીલ્લામાં ચર્ચાનો વિષય બની ગયો છે અને કોંગ્રેસ દ્વારા પાલિકા પ્રમુખના રાજીનામની માંગ કરીને પાલિકાને તાળાબંધીની ચીમકી ઉચ્ચારવામાં આવી છે
ત્યારે પાલિકાની અંદર ક્યાંકને ક્યાંક ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અને ટકાવારીનો ખેલ કરીને પૈસા ઉઘરાવનાર લાલો કોણ છે તે પ્રશ્ન ઉભો થયો છે ત્યારે આ મુદ્દાને લઈને મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા સાથે વાત કરતાં તેને કહ્યું હતું કે, પાલિકાના મહિલા પ્રમુખના પતિ અને પાલિકા કમિટીના મહિલા ચેરમેનના પતિ વચ્ચે ટકાવારી બાબતે ચર્ચા થતી હોય તેવો વિડીયો વાઇરલ થયો છે જે તેઓના ધ્યાન ઉપર આવેલ છે જો કે, આ સમગ્ર ઘટનામાં સત્ય શું છે તે જાણવા માટે પહેલા પાલિકાના પદાધિકારીઓ અને સભ્યોની સાથે તેઓ દ્વારા બેઠક કરવામાં આવશે અને ત્યાર બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે અત્રે ઉલેખનીય છે કે, ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપવાની વાત વચ્ચે ક્યાકને કયાક મોરબી પાલિકામાં કોઈપણ પ્રકારની રોક ટોક વગર બેફામ ટકાવારીનો ખેલ કરવામાં આવી રહ્યો છે ત્યારે જીલ્લામાં ભાજપ શાસિત સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં આવા ખેલ બંધ થાય તેના માટે જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા આકરા પગલાં લેવામાં આવશે તેવા સંકેત મળી રહ્યા છે જો કે, શું પગલાં લેવાશે તે તો સમય જ બતાવશે
