વાંકાનેર એસટી ડેપોની મુલાકાત લેતા રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા મોરબીની પી.જી.પટેલ કોલેજમાં મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે ઓરીયેન્ટેન્સન સેમિનાર યોજાયુ મોરબી: રીક્ષામાં જતી યુવતીને માથામાં પથ્થર લાગતા ઇજા ટેમ્પરરી રેડ ઝોન; મોરબી જિલ્લામા ૩૧ જુલાઈ સુધી ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૪ જુલાઈએ યોજાશે: વરિષ્ઠ નાગરીકોના આયુષ્માન કાર્ડ બનાવવા ખાસ ડ્રાઈવ મોરબી: પી.એમ.કિસાન યોજનાનો લાભ મેળવતા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવાવું ફરજિયાત વાંકાનેર શહેરી વિસ્તારના વૃધ્ધ પેન્શન તથા વિધવા પેન્શનના લાભાર્થીઓ ૨૫ જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબી શહેરની મોટાભાગની સ્કૂલોમાં આજથી જ બેગલેસ ડે ની અમલવારી શરૂ: યોગ, કસરત, સંગીત, ચિત્ર તરફ બાળકોને વાળવાનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીમાં કેનાલની બીજી બાજુના ચાલતા રોડના કામમાં અંધેર વહીવટ ! : સીએમને રજૂઆત


SHARE

















મોરબીમાં કેનાલની બીજી બાજુના ચાલતા રોડના કામમાં અંધેર વહીવટ ! : સીએમને રજૂઆત

મોરબી નગરપાલિકા અને અન્ય સરકારી વિભાગો દ્વારા કેનાલની બીજી બાજુના ચાલતા રોડના કામમાં અંધેર વહીવટ ચાલી રહયો છે તેની ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી દ્વારા સિએમને રજૂઆત કરવામાં આવી છે.

મોરબી પાલિકા દ્વારા રાજકોટ-કંડલા બાયપાસ રોડથી લીલાપર રોડ સુધી કેનાલની બીજી બાજુએ રોડનું કામ ચાલી રહ્યું છે. આ કામમાં સરકારી વિભાગો દ્વારા જરૂરી સંકલનના અભાવે લોકો દ્વારા ભરવામાં આવેલ ટેક્ષના રૂપિયાનો બિન જરૂરી બગાળ થઇ રહ્યો હોય તેવું દેખાય છે.આ કામમાં શનાળા રોડ ઉમિયા સર્કલથી અવની ચોકડીએ હીરાસરીના રસ્તા સુધીનું કામ ચાલુ છે ત્યારે જી.ઈ.બી.પાણી પુરવઠાગટર વ્યવસ્થા વિભાગટેલીફોન વિભાગ વગેરે વચ્ચે સંકલન ના અભાવે લક્ષ્મી એપાર્ટમેન્ટઅવધપેલેસસોપાન હાઈટસ એપાર્ટમેન્ટ તેમજ અન્ય એપાર્ટમેન્ટના લોકો પરેશાન થઇ રહ્યા છે.  

સરકાર દ્વારા પાણીની પાઈપ લાઈન જે પેલા નાખેલ હતી તેનો ઉપયોગ કરવાને બદલે આ પાઈપ લાઈન કાઢી નાખેલ છે. અને તે પણ ફરીથી ઉપયોગમાં આવે તેવી રીતે અણઘણ રીતે જે.સી.બી.થી કાઢવામાં આવતા આ પાઈપ લાઈનોના લોખડના પાઈપો તૂટી જવા પામેલ છે. જે  હવે ફરીથી ઉપયોગમાં લઇ શકાય તેવા રહ્યા નથી તો આના માટે જવાબદાર કોણ?  અને તે તૂટેલા પાઈપો  હજુ પણ સાઈટ  ઉપર લોકોને નડતર રૂપ પડેલ છે. તેને  યોગ્ય જગ્યાએ લઇ જવામાં આવેલ નથી. બીજું કે હાલમાં આ પાઈપ  લાઈન જે કાઢેલ છે તેની જગ્યાએ નવા પાઈપો  લાવીને નવી પાઈપ લાઈન બીજા કોન્ટ્રકાટર દ્વારા નાખવામાં આવી રહી છે. કોના બાપ ની દિવાળીઅને આ પૈસા કોના છે?. આવા નિર્ણયો અને વહીવટ શામાટે કરવામાં આવે છે. અને આવો  ખર્ચ શામાટે કરવામાં આવી  રહ્યો છે   તેમ સ્થાનિક લોકો પૂછી રહ્યા છે. 

બીજું કે અમુક જી. ઈ. બી. ના સબ સ્ટેશનો ફેરવવાના છે . જેનું હજુ કઈ ઠેકાણું નથી અને તે  જગ્યા એ હાલ માં રોડનું કામ થઇ રહ્યું નથી આ રોડ ટ્રાફિક ઓછો થાય લોકોની સુવિધા વધે તેના માટે થઇ રહ્યો છેતેમાં આ સબ સ્ટેશનો અવરોધ રૂપ છે.  છતા પણ હજુ આ બાબતે કઈ થયેલ નથી અને રોડ નું કામ ચાલી રહ્યું છેઆને કેવો વહીવટ કહેવો કોણ કરી રહ્યા છેઆવો વહીવટ બીજું કે જે રોડ બની રહ્યો છે તેની પહોળાઈ એક સરખી નથી રાખવામાં આવી રહીઆના કારણે પણ ભવિષ્ય માં અકસ્માતો થવાની પુરેપુરી શક્યતાઓ રહેલી છે. તો આના માટે કોણ જવાબદાર તેમ પણ લોકો કરી રહ્યા છે. અમુક દબાણો પણ છે. તે પણ દુર કરવામાં આવેલ નથી. કેમ ?. તેમ પણ લોકો કહી રહ્યા છે.આ રોડ બની  ગયા પછી થોડા સમય માં જ અન્ય લાઈનો માટે ખોદકામ કરવામાં આવશે તેવું લાગી રહ્યું છે.તે તેમજ અન્ય બાબતો એ અમોએ મોરબી નગરપાલિકા ની ચીફ ઓફિસર શ્રી ને રુબરુબ મળી  આ બાબતે રજૂઆત કરેલ હતી પરંતુ હજુ સુધી આ બાબતે કઈ થયેલ નથી માટે અમારે આ બાબતે રજૂઆત કરવાની ફરજ પડેલ છે.  

તાજેતરમાં એક વિડીઓ નગર પાલિકાના ભ્રષ્ટાચારની ટકાવારી બાબતે સોસીયલ મીડિયા માં ફરતો હતો જો આ સાચું હોય તો તે ખુબજ દુખદ કહેવાય. તો આ બાબતે પણ તપાસ કરાવવા વિનંતી.જે આ બાબતે યોગ્ય કરવામાં નહી આવે તો અમો થઇ રહેલ ગેરરીતી  તેમજ અનિયમમીતા બાબતે નામદાર કોર્ટ માં જાહેર હિત ની અરજી કરી શકીએ તે  બાબતે પરવાનગી આપવા વિનતી.જો આ બાબતે સમય સર યોગ્ય કરવામાં નહી આવે તો અમારે ના છુટકે સ્થાનિક લોકોને સાથે રાખીને ગાંધી ચિધ્ય માર્ગે રજુઅતો કરવાની ફરજ પડશે.તેવી ચીમકી ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કે.ડી.બાવરવાએ ઉચ્ચારેલ છે.




Latest News