મોરબીમાં કેનાલની બીજી બાજુના ચાલતા રોડના કામમાં અંધેર વહીવટ ! : સીએમને રજૂઆત
મોરબી પાલિકામાં ટકાવારીની ચર્ચાના વાઇરલ વિડિયોની એસીબી તટસ્થ તપાસ કરે: રમેશભાઈ રબારી
SHARE









મોરબી પાલિકામાં ટકાવારીની ચર્ચાના વાઇરલ વિડિયોની એસીબી તટસ્થ તપાસ કરે: રમેશભાઈ રબારી
મોરબી પાલિકાનાં ભાજપનાં સદસ્યો અને પદાધિકારી સામે ભારે મોટો આર્થિક ભ્રષ્ટાચાર અને ભાગ બટાઈનો વિડિયો જાહેર થયો છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ માલધારી સેલના માજી ઉપપ્રમુખ દ્વારા લાંચ રૂશ્વતવિરોધી બ્યુરોના નિયામકને લેખિતમાં રજૂઆત કરીને તટસ્થ તપાસની માંગ કરવામાં આવી છે
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ માલધારી સેલના માજી ઉપપ્રમુખ રમેશભાઈ બી. રબારીએ નિયામક, લાંચ રૂશ્વતવિરોધી બ્યુરો ગુજરાતને લેખિતમાં રજૂઆત કરીને ભાજપનાં આગેવાનો દ્વારા ભાજપનાં પદાધિકારી સામે થયેલ આક્ષેપોની ન્યાયી તપાસ કરવાની માંગ કરવામાં આવી છે તેઓએ કરેલી રજૂઆતમાં જણાવ્યુ છે કે, મોરબી પાલિકાનાં ભાજપનાં સદસ્યો અને પદાધિકારી સામે ભારે મોટો આર્થિક ભ્રષ્ટાચાર અને ભાગ બટાઈનો વિડિયો જાહેર થયો છે ત્યારે આ બાબત ખાસ તપાસ કરવામાં આવે તે જરૂરી છે ભાજપનાં ચોકકસ પદાધિકારી આવા નાણાકિય ભ્રષ્ટાચારમાં એક લાલો નામધારી વ્યકિત તેઓની વતી નાણા ઉઘરાવતો હોવાનું જણાવે છે ત્યારે આ બાબત ખૂબ જ ગંભીર છે અને પાલિકામાં કલ્પનાતીત ભ્રષ્ટાચાર ખુલ્લો થતો હોઈ તેવું દેખાઈ રહ્યું છે જેથી કરીને આ બાબતે તટસ્થ તપાસ કરીને ભ્રષ્ટાચારીઓની સામે પગલાં લેવામાં આવે તેવી માંગ કરી છે
વધુમાં તેમણે જણાવ્યુ છે કે, સરકારી તંત્રનો દુરુપયોગ કરતા આવા નેતાઓ અને કાર્યકરો સામે ધોરણસરના શિક્ષાત્મક પગલા લેવામાં આવે તે જરૂરી છે તો જ મોરબી જિલ્લાની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ચાલતો ભ્રષ્ટાચાર રોકી શકાય તેમ છે કેમ કે, પાલિકામાં ખુલ્લેઆમ ટકાવારીની વાતો કરવામાં આવી રહી છે અને પ્રજાના નાના મોટા કામ માટે મસ મોટી ૨કમ યેનકેન પ્રકારે લેવામાં આવી રહી છે અને હાલમાં પાલિકામાં તમામ સભ્યો ભાજપના છે અને બેનામી ભ્રષ્ટાચારી વ્યવહારથી આમ જનતા પરેશાન છે અને થોડા દિવસો પહેલા જ વાંકાનેરમાં પ્રેસ મીડિયા સામે જીતુભાઈ સોમાણીએ મોરબી જિલ્લાના ભાજપના મોટા ગજાના આગેવાન સામે જમીન કૌભાંડમાં ભ્રષ્ટાચારના આક્ષેપ કરેલ છે તો આ મોટા ગજાના આગેવાન કોણ અને આ આગેવાન સમગ્ર જિલ્લામાં કેટલા જમીન કૌભાંડ કરેલ છે તેની પણ તપાસ કરવાની માંગ કરી છે
