મોરબી પાલિકામાં ટકાવારીની ચર્ચાના વાઇરલ વિડિયોની એસીબી તટસ્થ તપાસ કરે: રમેશભાઈ રબારી
ચોંકાવનારો ખુલાશો: મોરબીમાં વાહન અથડાવીને ચીલઝડપ કરનાર બેલડીએ ઘણાને ખંખેરીયા
SHARE









ચોંકાવનારો ખુલાશો: મોરબીમાં વાહન અથડાવીને ચીલઝડપ કરનાર બેલડીએ ઘણાને ખંખેરીયા
મોરબીના એલ.ઇ.કોલેજ રોડ ઉપરથી પસાર થતાં યુવાનની સાથે બે શખ્સોએ બુલેટ અથડાવ્યું હતું અને બાદમાં બુલેટમાં આવેલા બે અજાણ્યા દ્વારા યુવાનની સાથે માથાકૂટ કરવામાં આવી હતી અને ત્યાર બાદ યુવાને પહેરેલા સોનાના ચેનની ચીલ ઝડપ કરવામાં આવી હતી આ બંને શખ્સ દ્વારા આવી રીતે જુદાજુદા લોકો સાથે સમયાંતરે વાહન અથડાવીને રૂપિયા પડાવવામાં આવ્યા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવેલ છે
મોરબીના ઉમીયા સર્કલ પાસે ગોકુલ-મથુરા સોસાયટીના લક્ષ્મીકાન્તા એપાર્ટમેન્ટના ફલેટ નં. ૩૦૧ માં રહેતો ધ્રુવકુમાર સુરેશભાઈ કાંજીયા જાતે પટેલ (૨૨) થોડા દિવસો પહેલા રાત્રિના પોણા નવ વાગ્યાના અરસામાં પોતાના ગોડાઉનેથી પોતાનુ મોટર સાયકલ લઈ ઘરે જતો હતો ત્યારે એલ.ઈ.કોલેજ રોડ ઉપર કાળા કલરનુ બ્લૂ ટાંકી વાળુ બુલેટ લઈને બે અજાણ્યા શખ્સો આવ્યા હતા અને તેના બાઈકની સાથે બુલેટ અથડાવ્યું હતું ત્યાર બાદ યુવાનની સાથે માથાકૂટ કરી હતી અને તેને ગળામા પહેરેલ પોણા તોલાનો સોનાનો ચેનની ચીલ ઝડપ કરવામાં આવી હતી જેથી યુવાને મોરબી સિટી બી ડિવિઝન ખાતે અજાણ્યા બે શખ્સોની સામે ૩૫,૦૦૦ ના સોનાના ચેનની ચિલઝડપની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ચિલઝડપ કરનાર બન્ને આરોપી તુફેરભાઈ હમીદભાઈ કચ્છી અને શબ્બીર રફીકભાઈ કુરેશી રહે. બન્ને મોરબી વાળાની લાલપર પાસેથી ધરપકડ કરી હતી અને તેની પાસેથી પોલીસે બુલેટ અને ચીલઝડપ કરીને મેળવેલ સોનાનો ચેન સહિત કુલ ૨.૩૫ લાખનો મુદામાલ કબજે કરેલ છે અને આરોપીના રિમાન્ડ લેવા માટે તજવીજ ચાલી રહી છે
દરમ્યાન બી ડિવિઝનના પીઆઇ પી.કે. દેકાવાડિયાએ માહિતી આપતા જણાવ્યુ હતું કે, હાલમાં આ ગુનામાં પકડાયેલા આ બંને આરોપી ગુનાહિત માનસિકતા ધરાવે છે અને આવી જ રીતે રસ્તા ઉપરથી જતાં વાહન ચાલકોની સાથે પોતાની પાસે જે વાહન હોય તે અથડાવીને સામે વળી વ્યક્તિને યેનકેન પ્રકારે દરાવી ધમકાવીને તેની પાસેથી રોકડા રૂપિયા પડાવતા હોય છે અત્યાર સુધીની પૂછપરછમાં આ બંને શખ્સોએ ચારથી પાંચ લોકો પાસેથી આવી જ રીતે રૂપિયા પડાવ્યા હોવાનું તે કાબુલી રહયા છે જો કે, આ શખ્સો દ્વારા જેની પાસેથી રૂપિયા પડાવવામાં આવ્યા છે તે ભોગ બનેલા લોકો દ્વારા પોલીસનો સંપર્ક કરવામાં આવે તેવી તેમણે અપીલ કરેલ છે અને આ શખ્સો સિવાય પણ કોઈ વ્યક્તિ કોઈપણ જગ્યાએ સામેથી વાહન અથડાવીને રૂપિયા પડાવે તો તે બનાવની તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવે તે જરૂરી છે
