ચોંકાવનારો ખુલાશો: મોરબીમાં વાહન અથડાવીને ચીલઝડપ કરનાર બેલડીએ ઘણાને ખંખેરીયા
મોરબીના ભરતનગર ગામે નિંદ્રાધીન બે મહિલાને કારખાનામાં લોડર ચાલકે હડફેટે લેતા એકનું મોત
SHARE









મોરબીના ભરતનગર ગામે નિંદ્રાધીન બે મહિલાને કારખાનામાં લોડર ચાલકે હડફેટે લેતા એકનું મોત
મોરબીના માળીયા હાઈવે ઉપર ભરતનગર ગામ પાસે આવેલ પાર્ટીકલ બોર્ડના કારખાનાની અંદર આજે વહેલી સવારે ગોઝારો અકસ્માત બનાવ બન્યો હતો. જેમાં લોડર ચાલકે બે નિંદ્રાધીન મહિલાઓને હડફેટે લીધી હતી જે પૈકી એક મહિલાનું ઘટના સ્થળે જ મોત નિપજતા તેના ડેડબોડીને અત્રેની સિવિલ હોસ્પિટલે પીએમ માટે લાવવામાં આવ્યું હતું જ્યારે એક મહિલાને ઇજા પહોંચી હોય તેણીને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.
મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના માળીયા હાઈવે ઉપર રવાપર (નદી) ગામની સીમમાં ભરતનગર આઇટીઆઇની પાછળ આવેલ એક્સ્પર્ટ પાર્ટીકલ બોર્ડ નામના કારખાનામાં આજે વહેલી સવારે સાડા પાંચેક વાગ્યાના અરસામાં અકસ્માત બનાવ બન્યો હતો.જેમાં એક ઇસમે તેના હવાલાનું લોડર બેદરકારીપૂર્વક હંકારતા નિંદ્રાધીન ભુરીબેન દીપકભાઈ પારઘી (ઉમર ૨૨) અને રાધિકાબેન પથુભાઈ મોહિની (ઉમર ૨૧) હાલ બંને રહે.એકસપર્ટ પાર્ટીકલ બોર્ડ જુના સાદુરકાની સિમ ભરતનગર આઇટીઆઇ પાછળ મૂળ રહે.અચાવતા મધ્યપ્રદેશને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને દરમિયાનમાં ભુરીબેન દીપકભાઈ પારઘીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજતા તેણીના ડેડબોડીને પીએમ માટે અહિંની સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી જ્યારે આ બનાવની અંદર રાધિકાબેન પથુભાઈ મોહીની નામની એકવીસ વર્ષીય પરપ્રાંતીય મજૂર પરિણીતાને ઇજાઓ પહોંચી હોય તેણીને સારવાર માટે અહીંની ક્રિષ્ના હોસ્પિટલે લઈ જવામાં આવી હતી.બનાવની જાણ થતાં હાલમાં તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરા દ્વારા આ અંગે નોંધ કરીને આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે. અને તેમના કહેવા મુજબ બંને મહિલા નિંદ્રાધીન હતી ત્યારે લોડર ચાલકે ટેન હડફેટે લીધી હતી અને એક મહિલાનું મોત નીપજયું છે
