વાંકાનેર એસટી ડેપોની મુલાકાત લેતા રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા મોરબીની પી.જી.પટેલ કોલેજમાં મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે ઓરીયેન્ટેન્સન સેમિનાર યોજાયુ મોરબી: રીક્ષામાં જતી યુવતીને માથામાં પથ્થર લાગતા ઇજા ટેમ્પરરી રેડ ઝોન; મોરબી જિલ્લામા ૩૧ જુલાઈ સુધી ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૪ જુલાઈએ યોજાશે: વરિષ્ઠ નાગરીકોના આયુષ્માન કાર્ડ બનાવવા ખાસ ડ્રાઈવ મોરબી: પી.એમ.કિસાન યોજનાનો લાભ મેળવતા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવાવું ફરજિયાત વાંકાનેર શહેરી વિસ્તારના વૃધ્ધ પેન્શન તથા વિધવા પેન્શનના લાભાર્થીઓ ૨૫ જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબી શહેરની મોટાભાગની સ્કૂલોમાં આજથી જ બેગલેસ ડે ની અમલવારી શરૂ: યોગ, કસરત, સંગીત, ચિત્ર તરફ બાળકોને વાળવાનો પ્રયાસ
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક રેલવે ટ્રેનને ઉથલાવવાના પ્રયાસમાં બે આરોપીની ધરપકડ


SHARE

















વાંકાનેર નજીક રેલવે ટ્રેનને ઉથલાવવાના પ્રયાસમાં બે આરોપીની ધરપકડ

વાંકાનેર મોરબી વચ્ચે રેલવે ટ્રેક ઉપર ઇંટોની કાચી દીવાલ બનાવીને ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને જેની ફરિયાદ નોંધાઈ હતી અને તેના આધારે આરોપીને પકડવા માટે તેને તપાસ કરવામાં આવી હતી દરમિયાન હાલમાં આ ગુનામાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે

મોરબી વાંકાનેર વચ્ચે ડેમુ ટ્રેન, વીકલી ટ્રેન અને માલગાડી હાલમાં દોડાવવામાં આવી રહી છે તે દરમિયાન રેલવેની આ ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને 16 તારીખે રાત્રી દરમિયાન વાંકાનેર નજીક આવેલા ઓવરબ્રિજ પાસે મોરબી થી સાબરમતી તરફ જવા માટે પસાર થતી ખાલી ડેમુ ટ્રેન રીપેરીંગ કામ માટે  તરફ જઈ રહી હતી ત્યારે રેલવે ટ્રેક ઉપર ઈટોની કાચી દિવાલ ત્રણ ફૂટની બનાવવામાં આવી હતી તેની સાથે ટ્રેન અથડાઈ હતી જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને ત્યાં કોઇ હાજર ન જોવા મળતા આ બનાવ અંગેની રેલવે પોલીસને જાણ કરવામાં આવી હતી રેલવે પોલીસમાં ગુનો પણ નોંધાયો હતો અત્રે ઉલેખનીય છે કે, દોઢસો જેટલી ઇંટો અને રેલવે ટ્રેક ઉપર મુકીને ત્રણ ફૂટની દિવાલ બનાવી હતી જેથી રેલવે વિભાગ દ્વારા આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈને રેલવે ટ્રેક ઉપર ઈંટોની કાચી દિવાલ બનાવનારને શોધવા માટે કવાયત કરવામાં આવી રહી હતી તેવામાં આ ગુનામાં પોલીસે અકબર ઉર્ફે હક્કો દાઉદ મોવર જાતે મિયાણા (35) રહે. મિલ પ્લોટ વાંકાનેર અને મગન લક્ષમણ ઇલોરી જાતે કોળી (33) રહે. ચંદ્રપુર વાંકાનેકની ધરપકડ કરી છે અને ઉત્તર પ્રદેશ સરકારે બુલડોઝરો ચલાવ્યા હોવાથી તેનો રોષ રાખીને અકબરે રેલવે ટ્રેનને ઉથલાવવાનું કાવતરુ કર્યુ હતુ




Latest News