મોરબી જીલ્લામાં ગુજરાત માલધારી મહાપંચાયત સમિતિમાં કન્વીનર-સહ કન્વીનરની વરણી
હવે હળવદ તાલુકામાં ટકાવારી કાંડ !: મોરબી જીલ્લામાં ભાજપની નેતાગીરી નિંદ્રાધીન ?
SHARE









હવે હળવદ તાલુકામાં ટકાવારી કાંડ !: મોરબી જીલ્લામાં ભાજપની નેતાગીરી નિંદ્રાધીન ?
મોરબી પાલિકાના મહિલા પ્રમુખના પતિ અને પાલિકાના મહિલા ચેરમેનના પતિ વચ્ચે ટકાવારીની ખુલ્લેઆમ ચર્ચાનો વિડીયો વાયરલ થયા બાદ ટકાવારીનો મુદ્દો હાલમાં મોરબી જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે તેવામાં હળવદ તાલુકામાં પણ ટકાવારીનો મુદ્દો હાલમાં ચર્ચાના એરણે છે અને આગામી દિવસોમાં નવાજૂનીના એંધાણ દેખાઈ રહ્યા છે કારણકે બે કરોડથી વધુની રકમ ટકાવારીમાં દેવામાં આવી હોય આ મુદ્દો સ્થાનિક રાજકીય આગેવાનોમાં ચર્ચાનો વિષય બનેલ છે આટલું જ નહીં આ મુદ્દે ઉચ્ચહ લેવલે રાજકીય આગેવાનો સાથે મિટિંગ પણ કરવામાં આવી હોવાની માહિતી સૂત્રો તરફથી સામે આવી રહી છે જોકે આગામી દિવસોમાં આ મુદ્દો કેવો રંગ પડશે તો સમય બતાવશે
ભ્રષ્ટાચાર મુક્ત શાસનની વાતો છેલ્લા ઘણા વખતથી ગુજરાતની અંદર સાંભળવા મળી રહી છે પરંતુ ઘણા ટકાવારીની ચર્ચાઓ થતી હોય છે અને ભ્રષ્ટાચાર કરવામાં આવતો હોય તેવો ઘાટ ગુજરાતના અનેક જિલ્લા અને તાલુકામાં જોવા મળી રહ્યો છે ત્યારે તેમાંથી મોરબી જિલ્લો પણ બાકાત નથી તેવું કહીએ તો તેમાં જરા પણ અતિશયોક્તિ નથી મોરબી જિલ્લામાં આવતી મોરબી નગરપાલિકા કે જે રાજ્યની એ ગ્રેડની નગરપાલિકાઓમાં આવે છે અને ત્યાં વિકાસ કામ માટે લોકોના ટેક્સ રૂપે આવતા રૂપિયા તેમજ સરકારમાંથી આવતી ગ્રાન્ટોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે અને જુદા જુદા કામો કરવામાં આવે છે તેમાં ક્યાંકને ક્યાંક ટકાવારીનો ખેલ ચાલી રહ્યો છે
જેનો બોલતો પુરાવો છેલ્લા ઘણા દિવસોથી મોરબીના સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે અને મોરબી પાલિકાના મહિલા પ્રમુખના પતિ તેમજ મોરબી પાલિકાની કમિટીના મહિલા ચેરમેનના પતિ વચ્ચે ટકાવારીની ચર્ચાઓ થઈ રહી છે જે વિડીયો વાયરલ થયો તેને ઘણા દિવસો થયા હોવા છતાં પણ હજુ સુધી શિસ્તબદ્ધ કહેવાથી ભાજપ પાર્ટીના આગેવાનો કે હોદ્દેદારો દ્વારા એકમાત્ર શબ્દ ઉચ્ચારવામાં આવ્યો નથી જેથી કરીને ક્યાંકને ક્યાંક ભ્રષ્ટાચારને સીધી કે આડકતરી રીતે સમર્થન મળી રહ્યો હોય તેવો ઘાટ હાલમાં મોરબી જિલ્લાની અંદર જોવા મળી રહ્યો છે તેવામાં વધુ એક ટકાવારીનું કાંડ મોરબી જીલ્લામાં સામે આવે તેવી ચર્ચાઓ કરવામાં આવી રહી છે
સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ હળવદ તાલુકામાં હવે ટકાવારી કાંડનું ભૂત ધૂણ્યું છે અને જે કામગીરી કરવામાં આવી છે તે કામ કરોડો રૂપિયાનું હતું અને તેના માટે બે કરોડથી વધુની રકમ ટકાવારીના હિસાબમાં દેવામાં આવી છે જેથી કરીને આ મુદ્દો છેલ્લા ઘણા દિવસોથી હળવદમાં ચર્ચાના એરણ ઉપર છે અને ટકાવારીનું ભૂત બહાર ન આવે તેના માટેના પ્રયાસો ભાજપના આગેવાનો દ્વારા કરવામાં આવી રહ્યા છે આટલું જ નહીં આ મુદ્દાને લઇને ઉચ્ચ રાજકીય આગેવાનો સાથે ચર્ચા પણ ચાલી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે અને બિન આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે આ મુદ્દાને લઈને એસીબીમાં પણ ટકાવારીનો કાંઠે પહોંચે તો નવાઈ નથી
