હવે હળવદ તાલુકામાં ટકાવારી કાંડ !: મોરબી જીલ્લામાં ભાજપની નેતાગીરી નિંદ્રાધીન ?
મોરબીના નાની વાવડી પાસે કારખાનામાંથી મેંદાના ૮૫ કટાની ચોરીના ગુનામાં એકની ધરપકડ: એકની શોધખોળ
SHARE









મોરબીના નાની વાવડી પાસે કારખાનામાંથી મેંદાના ૮૫ કટાની ચોરીના ગુનામાં એકની ધરપકડ: એકની શોધખોળ
મોરબી નજીક નાનીવાવડી ગામ પાસે આવેલ માધવ ગૌશાળા પાછળના ભાગમાં કારખાના તાળાં તોડીને તેમાંથી મેંદાના ૮૫ કટા (ગુણી) ની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાને હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ૧,૧૮,૧૫૦ રૂપિયાની કિંમતના માલની ચોરી થઇ હોવા અંગેની અજાણ્યા શખ્સની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી અને આ ગુનામાં પોલીસે એક આરોપીની ધરપકડ કરેલ છે અને એકને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે
મોરબીના બેલા આમરણ ગામે રહેતા ઋત્વિકભાઈ દિનેશભાઈ બોડા જાતે પટેલ (ઉંમર ૨૨) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ હતી કે મોરબી નજીક નાની વાવડી ગામે માધવ ગૌશાળાની પાછળના ભાગમાં સંકેત ફૂડ પ્રોડક નામનું તેનું કારખાનું આવેલ છે આ કારખાનામાં તા.૨૨-૬ ના રાત્રીના ૧૦ થી લઈને બીજા દિવસે સવારના ૬ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન કોઈપણ સમયે કારખાના દરવાજાનાં તાળાં તોડીને કારખાનામાં પ્રવેશ કરીને તસ્કર દ્વારા નોબલ કંપનીનો મેંદાનો એક ગુણીમાં ૫૦ કિલો લોટ એવ ૮૫ કટાની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને તસ્કર રૂા.૧,૧૮,૧૫૦ ની કિંમતનો મુદ્દામાલ ચોરી કરીને લઈ ગયેલ છે જેથી પોલીસે આરોપીને શોધવા માટેની તજવીજ શરૂ કરી હતી
મોરબી એલસીબીની ટીમે આ ગુનામાં હાલમાં શૈલેષ ઉર્ફે સયલો બચુભાઇ પડસુબીયા જાતે પટેલ (૩૭) રહે. નાનીવાવડી, ખોડીયાર સોસાયટી વાળાની ધરપકડ કરેલ છે અને હજુ પ્રકાશભાઇ બાબુભાઇ પડુરકર રહે. મુળ કુભારખેડ ગામ (મહારાષ્ટ્ર) હાલ નાનીવાવડી વાળાને પકડવા માટે તજવીજ ચાલી રહી છે વધુમાં પોલીસે જણાવ્યુ છે કે, શૈલેશે પ્રકાશને હાથ ઉછીના ૨૫૦૦૦ રૂપિયા આપેલ હતા જે પૈસાની સગવળ પ્રકાશ દ્વારા નહી થતાં બન્ને આરોપીઓએ એકબીજા સાથે મેળાપીપણુ કરીને સકેંત ફુડ પ્રોડટ નામનુ કારખાનુ બંધ હતું તેમાં ચોરી કરવાનો પ્લાન કરેલ હતો અને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો આ કામગીરી એલસીબી પીઆઇ એમ.આર.ગોઢાણીયાની સૂચના મુજબ પીએસઆઈ એન.બી.ડાભી, એન.એચ.ચુડાસમા અને એ.ડી.જાડેજા તથા એલ.સી.બી., પેરોલ ફલો સ્કવોડની ટીમે કરી હતી
