મોરબીના નટરાજ ફાટક પાસેનું જોખમી હોર્ડીંગ બોર્ડ અધિકારીને કેમ દેખાતું નથી ?
વાંકાનેરમાં મચ્છુ નદીના પુલ ઉપર એક્ટિવાને ટ્રકે હડફેટે લીધું : વૃધ્ધનું ઘટના સ્થળે જ મોત
SHARE









વાંકાનેરમાં મચ્છુ નદીના પુલ ઉપર એક્ટિવાને ટ્રકે હડફેટે લીધું : વૃધ્ધનું ઘટના સ્થળે જ મોત
(શાહરૂખ ચૌહાણ દ્વારા) વાંકાનેરમાં મચ્છુ નદીના પુલ પાસે આજે સવારે દસ વાગ્યે અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં અજાણ્યા ટ્રક ચાલકે એક્ટિવાને હડફેટે લીધું હતું અને વૃદ્ધ ઉપર ટ્રકના તોતિંગ વ્હીલ ફરી વળતાં તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું આ બનાવના લીધે ટ્રાફિક જામ થયો હતો અને પોલીસે ઘટના સ્થળે આવીને ટ્રાફિકને કાર્યરત કર્યો હતો.
વાંકાનેરની ભાટિયા સોસાયટી ખાતે રહેતા નરોત્તમભાઈ કાનજીભાઈ જાદવ (૭૩) રહે. ભાટીયા સોસાયટી, નામના વૃદ્ધ આજે સવારે ઘરેથી કામ હોવાથી મચ્છુ નદીના પુલ પરથી જતાં હતા ત્યારે કોઇ અજાણ્યા ટ્રક ચાલકે તેને હડફેટે લીધા હતા અને ટ્રકના વ્હીલ તેમના પર ફરી વળતાં તેનું ઘટના સ્થળે જ મોત થયું હતુ આ અકસ્માતના લીધે મચ્છુ નદીના પુલ પર ટ્રાફિક જામ થયો હતો અને બનાવની વાંકાનેર સીટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે ગયો હતો અને મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડીને ટ્રાફિકને કાર્યરત કરાવ્યો હતો.
