વાંકાનેરમાં મચ્છુ નદીના પુલ ઉપર એક્ટિવાને ટ્રકે હડફેટે લીધું : વૃધ્ધનું ઘટના સ્થળે જ મોત
મોરબીના લક્ષ્મીનગર ગામે ત્રીજા માળેથી પટકાયેલ યુવાનનું મોત
SHARE









મોરબીના લક્ષ્મીનગર ગામે ત્રીજા માળેથી પટકાયેલ યુવાનનું મોત
મોરબીના સામાકાંઠે માળિયા હાઇવે ઉપર લક્ષ્મીનગર ગામની પાસે આવેલ કારખાનામાં ત્રીજા માળેથી નીચે પડેલ યુવાનને મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાયો હતો જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનું જાણવા મળેલ છે.
મોરબીના માળીયા હાઈવે ઉપર આવેલ લક્ષ્મીનગર ગામ નજીકના બાલાજી ઓટોપેક નામના કારખાનામાં ગઈકાલે ત્રીજા માળેથી વિનોદકુમાર રામેશ્વરભાઈ કાલી (ઉમર ૪૦) નામનો મૂળ ઉત્તરપ્રદેશનો યુવાન નીચે પટકાયો હતો જેથી તેને મોરબી ખાતે સારવારમાં લઈ જવાયો હતો અને ત્યાં પ્રાથમિક સારવાર આપીને તેને વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાયો હતો.જયાં રાજકોટ ખાતે ટુંકી સારવાર દરમ્યાન વિનોદકુમારનું મોત નિપજયુ હોવાનું સુત્રોમાંથી જાણવા મળેલ છે.બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ મથકના મનિષભાઇ બારૈયા દ્વારા ઉપરોકત બનાવની આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
