ગુજરાત ક્ષત્રીય ઠાકોર સેના દ્વારા મોરબીના ચકમપર ગામે શાળામાં શિક્ષણ કિટનું વિતરણ
મોરબીના છાત્રાલય રોડે વરસાદી પાણીનો યોગ્ય નિકાલ નહીં કરાઇ તો કોર્ટના દ્વારા ખટખટાવાશે: બી.બી.હડીયલ
SHARE









મોરબીના છાત્રાલય રોડે વરસાદી પાણીનો યોગ્ય નિકાલ નહીં કરાઇ તો કોર્ટના દ્વારા ખટખટાવાશે: બી.બી.હડીયલ
વર્ષ ૨૦૧૪ માં મોરબી નગરપાલીકા દ્વારા જીઆઈડીસી મેઇન રોડ તથા પટેલ કન્યા છાત્રાલય રોડનું લેવલ ઉંચી લઇને નવો આરસીસી રોડ બનાવવામાં આવેલ પરંતુ આ રોડ બનાવતી વખતે વરસાદ પાણીના નીકાલ માટે યોગ્ય વ્યવસ્થા ન કરવામાં આવતા અહીંના જાણીતા એડવોકેટ અને છાત્રાલય ઉપર રહેતા બી.બી.હડીયલે પાલીકાની કચેરીમાં ઈન્વર્ડ નંબર ૪૦૬૮ થી તા.૨૩-૭-૨૦૧૪ ના રોજ ૨જી.એડી. વડે નોટીસ આપેલ દરમ્યાનમાં ચોમાસું આવેલ અને રસ્તા પર પાણી ભરાયેલ જેના કારણે નાના વાહનવાળાઓ, રાહદારીઓ તથા પટેલ કન્યા છાત્રાલયમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ તથા માધવ માર્કેટ, સુપર માર્કેટ, ચિત્રકુટ સોસાયટીના રહીસોઓ, દાઢાની વાડીના રહીશોને પગપાળા ચાલવામાં ખુબ જ મુશ્કેલી પડેલ તથા પટેલ કન્યા છાત્રાલય રોડ ઉપર બે ફુટ જેવું પાણી વહેતા નવજુવાનીયાઓ ધુમ સ્ટાઈલથી બાઈક રસ્તા ઉપરના પાણીમાં ચલાવી બહેન દીકરીઓની છેડતીના બનાવો વધેલ છે.
જે અંગે અવારનવાર લેખીત તથા મૌખીક રજુઆત પાલીકાની કચે૨ીને કરવા છતા રજુઆતોને ધ્યાને ન લેતા એડવોકેટ બી.બી.હડીયલ દ્રારા નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પાલીકા સામે રીટપીટીશન (પીઆઈએલ) નં.૪/૨૦૧૫ દાખલ કરેલ જેમા નામદાર હાઈકોર્ટ તા.૫-૧૧-૨૦૧૫ ના ઠરાવથી તા.૧૦-૧૧-૨૦૧૫ સુધીમાં અમારા પ્રશ્નનું નીરાક૨ણ લાવવા આદેશ કરેલ પરંતુ ત્યારે ચોમાસુ પુરુ થયેલ હોય વ૨સાદી પાણીનો પ્રશ્ન ન હતો પરંતુ તાજેતરમાં મોરબીમાં વરસાદ પડતા પટેલ કન્યા છાત્રાલય તથા શનાળા રોડ ઉપર વરસાદી પાણી રોડ ઉ૫૨થી એક ફુટ જેવું વહે છે.એક વર્ષ જેવો સમય વીતી જવા છતાં પાલીકા તરફથી પટેલ કન્યા છાત્રાલય તથા શનાળા રોડ ઉપરના વરસાદી પાણીના નીકાલ માટે અન્ડરગ્રાઉન્ડ વ્યવસ્થા કરવામાં આવેલ નથી.પાણીના નીકાલ માટે જે વ્યવસ્થા છે તે પણ ધુળ માટીથી ભરાઈ ગયેલ છે અને ઉનાળાની સીઝનમાં પણ પાણીના નીકાલ માટે પર્યાપ્ત નથી જેના કારણે રાહદારીઓને, વિધાર્થીઓને, નાના બાળકો, સુપર માર્કેટ, માધવ માર્કેટના ધંધાર્થીઓને, ચિત્રકુટ સોસાયટી, પટેલ કન્યા છાત્રાલય, ઓમ શાંતી વિદ્યાલય, રાધા પાર્ક, ક્રિષ્ના પાર્ક સોસાયટીના રહેવાસીઓને પારાવાર મુશ્કેલી પડતી હોય વરસાદી પાણીના નીકાલ માટે તા.૧૫-૭-૨૨ સુધીમાં ઘટતા પગલા લેવા અપીલ કરાયેલ છે અન્યયા નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પાલીકા વિરૂધ્ધ કન્ટેન્ટ ઓફ કોર્ટની કાર્યવાહી કરવાની ફ૨જ પડશે તેવી ચીમકી પણ એડવોકેટ બી.બી.હડીયલે ઉચ્ચારેલ છે.
