મોરબીના છાત્રાલય રોડે વરસાદી પાણીનો યોગ્ય નિકાલ નહીં કરાઇ તો કોર્ટના દ્વારા ખટખટાવાશે: બી.બી.હડીયલ
મોરબીમાં વીજળી સસ્તી કરો આંદોલનના ભાગરૂપે આમ આદમી પાર્ટી દ્વારા રેલી યોજાઈ
SHARE









મોરબીમાં વીજળી સસ્તી કરો આંદોલનના ભાગરૂપે આમ આદમી પાર્ટી દ્વારા રેલી યોજાઈ
સમગ્ર ભારતમાં મોંઘવારી એ માજા મૂકી છે ત્યારે દિલ્હી બાદ પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકારે દર માસે ૨૦૦ થી ૩૦૦ યુનિટ વિજળી ફ્રી આપી જનતાને મોંઘવારીમાંથી ઉગારવા મદદ કરી રહી છે ત્યારે ભાજપ અન્ય રાજ્યોમાં વિજળી ફ્રી આપવાના વાયદાઓ કરી રહી છે તો સવાલ એ ઉભો થાય છે કે ગુજરાતમાં છેલ્લા ૨૭ વર્ષથી શાસન ભાજપ ચલાવી રહ્યું છે તો શા માટે ગુજરાતની જનતા અન્યાય કરી રહ્યા છે ગુજરાતમાં ફ્રી નહીં પણ સસ્તી વિજળી આપવાની જગ્યાએ અવાર નવાર વીજ ભાવો વધારો કરી ગુજરાતની જનતા પર મોંઘવારીમાં પડ્યા પર પાટું મારવા સમાન છે. ભાજપના નેતાઓ અન્ય રાજ્યમાં વિજળી ફ્રી આપવાની જાહેરાત કરતા ગુજરાતની જનતાનો શું વાંક ? સાથે ના સવાલો લઇ આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા સમગ્ર રાજ્યમાં વિજળી સસ્તી કરો આંદોલન શરૂ કરેલ છે જેના ભાગ રૂપે આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરીયાની આગેવાનીમાં મોરબીના નવા બસ સ્ટેન્ડ ખાતેથી ગાંધી ચોક અને ત્યાંથી જુના બસ સ્ટેન્ડ સુધી પગપાળા યાત્રા કરી લોકોને જાગૃત કરેલ અને વિજળી સસ્તી કારોના નારાઓ લગાવી બહેરી સરકારને જગાવવાનો પ્રયાસ કરેલ હતો
