મોરબીમાં વીજળી સસ્તી કરો આંદોલનના ભાગરૂપે આમ આદમી પાર્ટી દ્વારા રેલી યોજાઈ
મોરબીના ઇન્દિરાનગરમાં પરણીતાએ ગળાફાંસો ખાઈ કર્યો આપઘાત
SHARE









મોરબીના ઇન્દિરાનગરમાં પરણીતાએ ગળાફાંસો ખાઈ કર્યો આપઘાત
મોરબી નજીકના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ ઇન્દિરા નગરમાં રહેતી પરણીતા તેના ઘરે ગળાફાંસો ખાઈ ગઈ હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લઈને ગયા હતા જોકે, સારવાર કારગત ન નિવડતા મહિલાનું મોત થયું હતું જેથી આ બનાવવાની મોરબી સીટી બી ડિવિજન પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી નજીકના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ ઇન્દિરા નગર વિસ્તારમાં રહેતા ઉમેશભાઈ પ્રભુભાઈ વાઘેલાના પત્ની જીતુબેન ઉર્ફે જીવતીબેન ઉમેશભાઈ વાઘેલા (ઉંમર 35) તેઓના ઘરે હતા ત્યારે તેણે સાડી વડે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીના સાવસર પ્લોટ વિસ્તારમાં આવેલ આયુષ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે જીતુબેનને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા મહિલાનું મોત નીપજ્યું હતું જેથી કરીને રાજકોટ સિવિલ હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને મહિલાએ કયા કારણોસર આપઘાત કરેલ છે તે દિશામાં તપાસ શરૂ કરેલ છે
