મોરબીમાં કાલે મચ્છુ માતાજીની રથયાત્રા: એસપીની હાજરીમાં પોલીસની ફ્લેગ માર્ચ યોજાઈ
SHARE









મોરબીમાં કાલે મચ્છુ માતાજીની રથયાત્રા: એસપીની હાજરીમાં પોલીસની ફ્લેગ માર્ચ યોજાઈ
મોરબીમાં દરવર્ષે મચ્છુ માતાજીની રથયાત્રાનું આયોજન રબારી અને ભરવાડ સમાજ દ્વારા કરવામાં આવે છે તેવી જ રીતે આવતીકાલે અષાઢી બીજના દિવસે શહેરમાં રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં મોટી સંખ્યામાં મોરબી તેમજ આસપાસના ગામોમાં રહેતા લોકો જોડાશે ત્યારે મુખ્યમાર્ગો ઉપર હૈયું હૈયે દડાઇ તેટલી ભીડ હશે અને રસગરબાની રમઝટ પણ બોલશે તે પહેલા એસપી રાહુલ ત્રિપાઠીની હાજરીમાં ડીવાયએસપી મુનાફખાન પઠાણ તેમજ એ-ડીવીઝન પીઆઇ, એસઑજી પીઆઇ સહિતના અધિકારીની હાજરીમાં પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી. આ ફલેગ માર્ચ એ-ડીવીઝનના પીએસઆઈ સહિતના કર્મચારી જોડાયા હતા અને રથયાત્રાના રૂટનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. મોરબીમાં મચ્છુ માતાજીની રથયાત્રામાં ભરવાડ અને રબારી સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાતા હોય છે જેથી શોભાયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે એ ડીવીઝન પીઆઈ દ્વારા રથયાત્રાના રૂટ ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલ છે અને ગઇકાલે હિન્દુ તેમજ મુસ્લિમ સમાજના આગેવાનોની સાથે એસપીની હાજરીમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મિટિંગ પણ કરવામાં આવી હતી
